Home /News /business /મધર ડેરી બાદ Amulનું દૂધ પણ થશે મોંઘુ? કંપનીના MDએ આપ્યા આ સંકેતો
મધર ડેરી બાદ Amulનું દૂધ પણ થશે મોંઘુ? કંપનીના MDએ આપ્યા આ સંકેતો
અમૂલનું દૂધ ફરી થશે મોંઘુ?
આ વર્ષે દૂધનું વેચાણ કરતી કંપનીઓએ અન્ય કારણોને જવાબદાર ગણાવીને એક પછી એક ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે, મધર ડેરી દ્વારા વર્ષના ચોથા ગ્રોથ બાદ અમૂલનું તાજેતરનું નિવેદન રાહતરૂપ છે.
નવી દિલ્હી: દેશમાં મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે મોંઘવારીની માર દૂધ પર પણ પડી રહી છે. તાજેતરમાં મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ પછી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, શું હવે અમૂલ પણ દૂધના ભાવ વધારશે. હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીના MD આરએસ સોઢીએ આ મુદ્દે ઘણી વાત કરી છે.
'ભાવ વધારવાની કોઈ યોજના નથી'
PTI અનુસાર, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF )ના MD આરએસ સોઢીએ કહ્યું કે, કંપનીની તેના દૂધની કિંમતો વધારવાની કોઈ યોજના નથી. નોંધપાત્ર રીતે, GCMMF માત્ર અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે. અત્રે જણાવવાનું કે, આ વર્ષ સુધી અમૂલ દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. હવે ફરી તેની કિંમત વધવાની આશંકા વચ્ચે કંપનીનું આ નિવેદન રાહત આપનારું છે.
અમૂલનું દૂધ મુખ્યત્વે ગુજરાત સિવાય દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં સપ્લાય થાય છે. કંપની એક દિવસમાં 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે અને એકલા દિલ્હી-NCRમાં દૈનિક વપરાશ લગભગ 40 લાખ લિટર છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે ત્રણ વખત કિંમતોમાં વધારો કર્યા બાદ રાહત આપતા GCMMF MDએ કહ્યું છે કે, ઓક્ટોબરમાં રિટેલ રેટમાં છેલ્લો વધારો થયો ત્યારથી, ખર્ચમાં વધારે વધારો થયો નથી.
છેલ્લે વધારો ક્યારે થયો હતો?
દેશની સૌથી મોટી ડેરી અમૂલે છેલ્લે ઓક્ટોબર 2022માં તેના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ કંપનીએ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં અમૂલે કિંમતોમાં વધારો કર્યો હતો. અહીં એવું પણ જોવા મળ્યું કે, એક કંપની દ્વારા ભાવ વધાર્યા બાદ બીજી કંપનીઓ પણ ભાવ વધારી રહી છે. આ જોતાં તાજેતરમાં મધર ડેરીનું દૂધ મોંઘું થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, અમૂલનો પણ ગ્રાહકો પર બોજ વધી શકે છે.
મધર ડેરીએ ચાલુ મહિને સતત ચોથી વખત દૂધના ભાવમાં વધારો કર્યો હતો. દિલ્હી-NCRમાં સૌથી મોટી દૂધ સપ્લાયર કંપનીએ ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 (Milk Price Hike) વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ટોકન મિલ્ક 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ કરવામાં આવ્યું છે. આ વધારા બાદ હવે ફુલ ક્રીમ દૂધ રૂ. 63ને બદલે રૂ. 64ના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે ટોકન દૂધ રૂ. 48 પ્રતિ લીટરથી રૂ. 50ના ભાવે વેચાઇ રહ્યું છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર