Home /News /business /Health Insurance: સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમાં ઘટાડાની આશા પર મોદી સરકારે ફેરવ્યું પાણી, GST દર નહીં ઘટે
Health Insurance: સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમાં ઘટાડાની આશા પર મોદી સરકારે ફેરવ્યું પાણી, GST દર નહીં ઘટે
હેલ્થ ઇન્શ્યોરન્સ
Health Insurance premium: સોમવારે એક લેખિત સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યુ કે, જીએસટી કાઉન્સિલે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા જીએસટીના દરોમાં કપાતનો કોઈ પ્રસ્તાવ નથી આપ્યો.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વીમા કંપની (Insurance companies)ઓની સહિત ગ્રાહકોની આશા પર પાણી ફેરવી દીધું છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ (Health insurance premium) પર લાગતા જીએસટીના દરમાં ફેરફાર કરી શકે છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) સોમવારે લોકસભામાં આ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. એક સવાલના લેખિત જવાબમાં તેમણે આ અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર હાલ લક્ઝરી પ્રૉડક્ટ પર લાગતા 18 ટકાનો જીએસટી દર લાગે છે. જ્યારે જીએસટી લાગૂ થયા પહેલા તેના પર લાગૂ થતો સર્વિસ ટેક્સ 15 ટકા હતો. સરકારની જાહેરાત બાદ વીમા પ્રીમિયમ ઘટવાની આશા રાખી રહેલા લોકો નિરાશ થયા છે.
બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી
વીમા કંપનીઓની માંગ હોવા છતાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેમાં ઘટાડાની કોઈ જાહેરાત કરી ન હતી. જેના બાદમાં પણ આ પ્રકારના સમાચાર આવતા રહ્યા હતા કે સરકાર તેના પર ફરીથી વિચાર કરશે. કોવિડ-19ને પગલે વીમા કંપનીઓની માંગ હતી કે જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવે.
જીએસટી કાઉન્સિલે કપાતનો કોઈ પ્રસ્તાવ ન કર્યો: નિર્મલા સીતારમણ
સોમવારે એક લેખિત સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યુ કે, જીએસટી કાઉન્સિલે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા જીએસટીના દરોમાં કપાતનો કોઈ પ્રસ્તાવ નથી આપ્યો. તેમણે જણાવ્યુ કે, જીએસટી કાઉન્સિલની 37મી બેઠક 20 સપ્ટેમ્બર, 2019ના રોજ મળી હતી. આ બેઠકમાં જીએસટી દરોમાં ઘટાડાનો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ન હતો.
હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર હાલ લક્ઝરી પ્રૉડક્ટ પર લાગતા 18 ટકાનો જીએસટી દર લાગે છે. જ્યારે જીએસટી લાગૂ થયા પહેલા તેના પર લાગૂ થતો સર્વિસ ટેક્સ 15 ટકા હતો. નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે સરકારે અમુક સ્વાસ્થ્ય વીમાઓને પહેલાથી જ છૂટ આપી રાખી છે. જેમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY), યૂનિવર્સલ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ, જન આરોગ્ય વીમા યોજના અને નિરામયા હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ સામેલ છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સેવાઓને પણ જીએસટીમાંથી બહાર રાખવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર