Home /News /business /

કોઈ રોકડામાં નથી રાખતું બ્લેક મની, નોટબંધી થઈ ફ્લોપ: NSC પૂર્વ અધ્યક્ષ

કોઈ રોકડામાં નથી રાખતું બ્લેક મની, નોટબંધી થઈ ફ્લોપ: NSC પૂર્વ અધ્યક્ષ

પ્રણવ સેન (ફાઈલ ફોટો)

કહેવામાં આવ્યું હતું કે, ત્રણ લાખ કરોડ રૂપિયા પાછા નહી આવે, જો આ ઉદ્દેશ્ય હતો તો, આ અસફળ રહી છે

    રોનક કુમાર ગુંજન

    રાષ્ટ્રીય આંકડા સમિતિ(NSC)ના પૂર્વ અધ્યક્ષ પ્રણવ સેને ભારતીય રિઝર્વ બેન્કનો વાર્ષીક રિપોર્ટ આવ્યા બાદ નોટબંધીની પ્રક્રિયાને અસફળ જણાવી છે. જોકે, વિપક્ષ આ રિપોર્ટને ચોંકાવનારો જણાવી રહી છે. આરબીઆઈએ બુધવારે પોતાનો વાર્ષીક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટ અનુસાર 99.30 ટકા નોટ ખાતામાં આવી ગઈ છે. સેને 99.30 ટકા નોટ બેન્ક ખાતામાં પાછા આવવાને અપેક્ષિત જણાવી છે.

    સેને કહ્યું કે, નોટબંધી સફળ રહી કે ના રહી, તે તેના ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે. આ નોટની સંખ્યા પર નક્કી કરાય. કહેવામાં આવ્યું હતું કે, ત્રણ લાખ કરોડ રૂપિયા પાછા નહી આવે, જો આ ઉદ્દેશ્ય હતો તો, આ અસફળ રહી છે, કારણ કે 13 હજાર કરોડની રકમ પાછી આવી નથી, જે સંભવતા નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, બર્મા જેવા દેશમાં હશે, જેમની પાસે કરન્સી બદલવાનો કોઈ સરળ રસ્તો હોય.

    સેને કહ્યું કે, સરકાર એ સમજવામાં નિષ્ફળ રહી કે અર્થવ્યવસ્થામાં બ્લેક મની કેવી રીતે સંચાલીત થાય છે. સેને કહ્યું કે, કોઈ પણ જો એ સમજતુ હોય કે બ્લેક મની કેવી રીતે સંચાલીત થાય છે, તે જાણતો હશે કે પરિણામ આજ આવશે. હું આ મુદ્દે એકદમ નિશ્ચિંત હતો કે, આમાંથી મોટાભાગના પૈસા પાછા આવી જશે. આનું કારણ એ હતું કે, બહું ઓછા લોકો રોકડમાં બ્લેક મની રાખે છે.

    તેમણે વિસ્તારથી જાણકારી આપી કે, બ્લેક મનીનો સૌથી સામાન્ય ઉપયોગ વ્યાપાર અને ઋણ છે. સેને કહ્યું કે, પૂરૂ વ્યાપાર ક્ષેત્ર રોકડ પર કામ કરે છે, જેમાંથી એક મોટો હિસ્સો બ્લેક મની છે. હવે આ બંને આર્થિક રૂપથી મૂલ્યવાન છે. આમાં કોઈ સંદેહ નથી કે આ બંને ગતિવિધિઓને નાણાને પોષીત કરવા માટે ઉપયોગ કરવામાં આવેલી બ્લેક મની ઓછી થઈ છે પરંતુ આ કેન્દ્રની અપેક્ષાના અનુરૂપ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Cash demonetisation, No one hordes black money, Pronab sen, કાળુ નાણું

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन