મોંઘા પેટ્રોલની સાથે હવે પેટ્રોલ પંપ પર મળતુ થોડુ ડિસ્કાઉન્ટ પણ થશે ખતમ!

News18 Gujarati
Updated: September 21, 2018, 9:32 PM IST
મોંઘા પેટ્રોલની સાથે હવે પેટ્રોલ પંપ પર મળતુ થોડુ ડિસ્કાઉન્ટ પણ થશે ખતમ!
મોંઘા પેટ્રોલની સાથે હવે પેટ્રોલ પંપ પર મળતુ થોડુ ડિસ્કાઉન્ટ પણ થશે ખતમ!

4.5 કરોડ લોકો રોજ 1800 કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે.

  • Share this:
પેટ્રોલ પંપ પર ડિઝિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશ બેક યોજનાને હવે ખતમ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) આ ડિસ્કાઉન્ટ ઓછુ કરવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીઓ આ સ્કીમને અગામી ફાયનાન્સિયલ વર્ષ (2018-19)થી આગળ વધારવા નથી માંગતી. જોકે, હજુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

તમને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડિઝલ ભરાવ્યા બાદ ડિઝિટલ ચૂકવણી પર હવે 0.75 ટકા છૂટ મળે છે.

શું છે મામલો - અંગ્રેજી બિઝનેસ સમાચાર પત્ર મિંટમાં છપાયેલા સમાચાર અનુસાર, કંપનીઓએ ફાયનાન્શિયર વર્ષ 2017-18માં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કુલ 1165 કરોડ રૂપિયા ઈ-પેમેન્ટ પર મળતા ડિસ્કાઉન્ટ તરીકે ખર્ચ કર્યા. સાથે 266 કરોડ રૂપિયા એમડીઆર ટેક્ષ તરીકે બેંકને ચૂકવ્યા.

આ રીતે કંપનીઓએ કુલ 1431 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ વર્ષે આ આંકડો 2000 કરોડ રૂપિયાને પાર જઈ શકે છે. જેથી કંપનીઓ ડિસ્કાઉન્ટ યોજનાને ખતમ કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે.

ક્યારે શરૂ થઈ હતી યોજના - પ્રધાનમંત્રી મોદીએ આઠ નવેમ્બર 2016ના રોજ તે સમયે ચલણમાં રહેલી રૂ. 500-100ની નોટ પાછી લેવાની જાહેરાત કરી હતી. તેના એક મહિના બાદ ડિઝિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે કેટલીએ પ્રકારની છૂટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, 4.5 કરોડ લોકો રોજ 1800 કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે.

નોટબંધી બાદ એક મહિનામાં ડિઝિટલ ચૂકવણી બે-ઘણી થઈ 40 ટકા થઈ ગઈ હતી. જોકે, બાદમાં એ જોવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થામાં રોકડ આવવાની સાથે ડિઝિટલ ચૂકવણી પણ ઓછી થઈ ગઈ છે.
First published: September 21, 2018
વધુ વાંચો
अगली ख़बर