Home /News /business /LIC IPO: એલઆઈસીના ઈશ્યૂ બાદ IPO માર્કેટમાં છવાઈ શકે છે શાંતિ! જાણો કારણ

LIC IPO: એલઆઈસીના ઈશ્યૂ બાદ IPO માર્કેટમાં છવાઈ શકે છે શાંતિ! જાણો કારણ

એલઆઈસી આઈપીઓ

LIC IPO updates: યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ છે. બીજી તરફ સમગ્ર વિશ્વમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરી રહી છે.

નવી દિલ્હી: એલઆઈસી (LIC)ના ઈશ્યૂ બાદ આઈપીઓ(IPO) માર્કેટમાં શાંતિ છવાઈ શકે છે. તેનું કારણ એ છે કે શેર બજાર (Stock Market)માં છેલ્લા કેટલાક સમયથી ભારે વોલેટિલિટી એટલે કે ઉતાર ચઢાવ અને અસ્થિરતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કંપનીઓ આઈપીઓ પ્લાનને થોડા સમય માટે ટાળવા માંગે છે. એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) 4 મેના રોજ ખુલી રહ્યો છે અને આ આઈપીઓ 9મી મેના રોજ બંધ થશે.

કેમ્પસ એક્ટિવવિયર અને રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેયરનો આઈપીઓ આ અઠવાડિયે બંધ થશે. અનલિસ્ટેડ એરિના.કોમ (UnlistedArena.com)ના કો- ફાઉન્ડર મનન દોશીએ જણાવ્યું હતું કે, "અગાઉ ઘણી કંપનીઓ આઈપીઓ લાવવા માટે તૈયાર હતી. પરંતુ, હવે કંપનીઓ 'વેટ એન્ડ વોચ' સ્ટ્રેટેજી અપનાવવા માંગે છે. આ કારણ છે કે બજારની સ્થિતિ અનિશ્ચિત છે. એલઆઈસી ઇશ્યૂ પણ તેનું એક કારણ છે.

શેર બજાર દબાણ હેઠળ


યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ છે. બીજી તરફ સમગ્ર વિશ્વમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરી રહી છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી રોકાણકારો પણ નિરાશ થયા છે. એપ્રિલમાં અત્યાર સુધીમાં BSE સેન્સેક્સ 1.8 ટકા ઘટ્યો છે. આ વર્ષે તેમાં 1.2 ટકાનો ઘટાડો થયો છે.

નિષ્ણાતોનો અભિપ્રાય


એક બેંકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જ્યારે એલઆઈસીની આઈપીઓની પ્રક્રિયા પૂરી થાય અને શેર બજારની સ્થિતિ બદલાય ત્યારે કંપનીઓ આઈપીઓ લોન્ચ કરવા માંગે છે. "લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સ્ટાર્ટઅપ્સ દિલ્હીવેરી અને એપીઆઈ હોલ્ડિંગ્સ આઈપીઓ લાવવાનું વિચારી રહી છે. નિષ્ણાતો કહે છે કે રોકાણકારો આઈપીઓમાં શેરના ભાવને લઈને પણ સાવચેત રહે છે.

આ આઈપીઓએ કર્યાં નિરાશ


વન97 કોમ્યુનિકેશન્સ, કારટ્રેડ અને ફિનો પેમેન્ટ્સ બેંકના આઈપીઓએ રોકાણકારોને ખૂબ નિરાશ કર્યા છે. આ કંપનીઓના શેરના ભાવ ઈશ્યૂ પ્રાઈસથી 20થી 70 ટકા સુધી ઘટ્યા છે. ઝોમેટો અને FSN ઈ-કોમર્સ વેન્ચર્સના શેર તેમની ઊંચી સપાટીથી 50 ટકાથી વધુ ઘટી ગયા છે.

આ પણ વાંચો: ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના ભાવમાં વધારો

એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું કે, “હાલમાં ઓપન આઈપીઓ માટે રોકાણકારોનો રિસ્પોન્સ સુસંગત નથી. રોકાણકારનો પ્રતિભાવ બે પરિબળો પર નિર્ભર રહેશે - પ્રથમ QIB ભાગમાં કેટલો ઇશ્યૂ સબસ્ક્રાઇબ થયો છે અને બીજું ગ્રે માર્કેટમાં કેટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે.'

કંપનીઓએ 1.18 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યાં


વર્ષ 2021માં કંપનીઓએ આઈપીઓ દ્વારા 1.18 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ એકત્ર કરી હતી. આ વર્ષે માત્ર છ કંપનીઓએ જ આઈપીઓ રજૂ કર્યા છે. તેઓએ કુલ રૂ. 8,500 કરોડ એકત્ર કર્યા છે. જેમાં અદાણી વિલ્મર, વેદાંત ફેશન્સ, એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજી, વેદાંત લર્નિંગ સોલ્યુશન્સ, કેમ્પસ એક્ટિવવેર અને રેનબો ચિલ્ડ્રન્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: મે મહિનામાં 11 દિવસ સુધી બંધ રહેશે બેંકો, ફટાફટ જાણો લો યાદી 

વિશ્લેષકોનું કહેવું છે કે, 54 કંપનીઓને આઈપીઓ ઓફર કરવા માટે સેબી તરફથી પરવાનગી મળી છે. આ કંપનીઓ લગભગ 75,000 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. 50 કંપનીઓ સેબી પાસેથી તેમના આઈપીઓની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ કંપનીઓ આશરે રૂ. 80,000 કરોડ એકત્ર કરી શકે છે.
First published:

Tags: Investment, IPO, LIC IPO, Stock market