વીમા કંપનીઓ Covid 19ને કારણે મોતના કેસમાં ક્લેઇમ રિજેક્ટ નહીં કરી શકે

વીમા કંપનીઓ Covid 19ને કારણે મોતના કેસમાં ક્લેઇમ રિજેક્ટ નહીં કરી શકે
પ્રતિકાત્મક તસવીર

જીવન વીમા પરિષદે સોમવારે સ્પષ્ટતા કરી છે કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19ના કારણે થયેલા મોતના સંદર્ભમાં દાવાની પતાવટ માટે બાધ્ય છે.

 • Share this:
  નવી દિલ્હી : જીવન વીમા પરિષદે (Life Insurance Council) સોમવારે કહ્યું છે કે તમામ વીમા કંપની (Insurance Company)ઓ કોવિડ 19 (Covid 19)ને કારણે મોત થવાના કેસમાં દાવાના પતાવટ (Claim Settlement) કરવા માટે બાધ્ય છે. પરિષદે એક નિવેદનમાં કહ્યું છે કે સરકારી અને ખાનગી બંને જીવન વીમા કંપની (Life Insurance Companies)ઓ કોવિડ 19ના સંબંધિત કોઈ પણ મોતના દાવાની પતાવટ માટે પ્રતિબદ્ધ છે.

  પરિષદે કહ્યુ કે કોવિડ 19થી મોતના દાવાના મામલામાં 'ફોર્સ મેજર'ની જોગવાઈ લાગૂ કરવામાં નહીં આવે. ફોર્સ મેજરનો મતલબ એવો થાય છે કે એવી પરિસ્થિતિ જ્યારે કરારનું પાલન કરવું જરૂરી નથી રહેતું.  આ નિવેદન એવા ગ્રાહકોને વિશ્વાસ અપાવવા માટે બહાર પાડ્યું છે જેમણે આ સંબંધમાં જીવન વીમા કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી, તેમજ આ અંગે ફેલાઇ રહેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા માંગી હતી. તમામ જીવન વીમા કંપનીઓએ આ અંગે વ્યક્તિગત રીતે પોતાના ગ્રાહકોને સૂચના આપી છે.

  આ પણ વાંચો : PM મોદીએ કહ્યું, કોરોના સામે આપણે માત્ર જીતવાનું છે, વાંચો ભાષણની 7 મહત્ત્વની વાતો

  જીવન વીમા પરિષદના મહાસચિવ એસ એન ભટ્ટાચાર્યએ કહ્યું કે કોવિડ 19 મહામારીના વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વધી રહેલા પ્રકોપથી દરેક ઘરમાં જીવન વીમાની જરૂરિયાતને બળ મળ્યું છે. જીવન વીમા ઉદ્યોગ એવું સુનિશ્ચિત કરવા માટે દરેક ઉપાય કરી રહ્યું છે કે લૉકડાઉનને કારણે પોલીસીધારકોને ઓછામાં ઓછી પરેશાની થાય, તેમને ડિજિટલ માધ્યમ દ્વારા વિઘ્નવગર મદદ મળતી રહે, પછી તે કોવિડ 19ને કારણે થયેલા મોતના દાવાની પતાવટ હોય કે પછી પોલીસે સંબંધીત અન્ય કોઈ કામ હોય.

  આ પણ વાંચો : ગુજરાતમાં વધી રહ્યો છે લોકલ ચેપનો ખતરો, આંકડા છે ચોકાવનારા, ચાર જિલ્લા વધુ પ્રભાવિત

   

  તેમણે કહ્યું કે આ મુશ્કેલીના સમયમાં જીવન વીમા કંપની પોતાના ગ્રાહકોની સાથે છે, ગ્રાહકોએ અફવાઓ પર ધ્યાન આપવું ન જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:April 06, 2020, 13:58 pm

  ટૉપ ન્યૂઝ