એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપ પર હાલ નહીં લાગે GST, પહેલાની જેમ જ સસ્તો મળશે સામાન

News18 Gujarati
Updated: April 30, 2018, 10:30 AM IST
એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપ પર હાલ નહીં લાગે GST, પહેલાની જેમ જ સસ્તો મળશે સામાન

  • Share this:
એરપોર્ટની વસ્તુઓ ખરીદનારાઓ માટે ખુશખબરી છે. હવે એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી શોપમાંથી ખરીદી કરવી તમારા પર ભારે નહીં પડે. ઇન્ટરનેશનલ એરપોર્ટની ડ્યુટી ફ્રી સ્ટોર્સ પર પણ  જીએસટી નહીં લાગે

અંગ્રેજી અખબારો અનુસારના, કોલકતા અને અન્ય 16 ઇન્ટરનેશનલ એરપોર્ટની ડ્યૂટી ફ્રી શોપથી ખરીદી કરવા પર અત્યારે કોઇ જીએસટી નહીં લાગે. તેનું કારણ એ છે કે પહેલાથી જ ડ્યૂટી ફ્રી શોપની કમાણી ઓછી થઈ રહી છે. હવે જો આ પર જીએસટી શરૂ થાય છે તો આ વસ્તુઓ વધુ મોંઘી થશે. કારણ કે તેનું કારણ તેમના વેચાણ પર અસર પડશે.

ડ્યુટી ફ્રી શોપથી ખરીદી કરનારા મુસાફરોને સામાન પર જીએસટી આપવો પડશે. જીએસટી લાગુ કરવા પહેલા ડ્યૂટી ફ્રી શૉપ્સના સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અને વેટથી છૂટી મળી હતી, કારણ કે તેના વેચાણ એક્સપોર્ટ માનવામાં આવતો હતો.

પહેલા જીએસટી લગાવવાની કરી હતી જાહેરાત
કેટલાક સમય પહેલા ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ એટલે કે એએઆરએ આ બાબત સ્પષ્ટ કરી છે કે સીજીએસટી એક્ટ અને કસ્ટમ ડ્યૂટી એક્ટ -1962 હેઠળ ડ્યુટી ફ્રી શોપ દેશની સીમાની અંદર છે અને પ્રવાસીઓ અહીંથી ખરીદેલી વસ્તુઓને દેશમાંથી બહાર પણ લઈ જઇ રહ્યા નથી. તેથી મુસાફરોને સામના ખરીદવા પર જીએસટી આપવો પડશે. આ નિયમ ભારતમાં આવતા સમયે ખરીદેલી વસ્તુઓ પર જ લાગુ પડશે.

ફલાઇર્સ ડ્યુટી-ફ્રી શોપ્સ પર દારૂ, કન્ફેક્શનરી, અને તમાકુ ખરીદે છે કારણ કે તેમને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની કિંમત પર બજારની સરખામણીમાં 30-40% ઓછા ભાવ મળે છે. જો એએઆર નિર્ણય લાગુ પડે તો દારૂ સિવાય અનેક ચીજોનો ભાવ 9-14% સુધી વધી શકે.
First published: April 30, 2018, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading