Home /News /business /ખેતીમાં નહીં થાય ડીઝલનો ઉપયોગ, સરકારે બનાવ્યો આવો પ્લાન!

ખેતીમાં નહીં થાય ડીઝલનો ઉપયોગ, સરકારે બનાવ્યો આવો પ્લાન!

સરકારી આંકડા અનુસાર, ભારતના કુલ ઇંધણ વપરાશમાં ડીઝલનો હિસ્સો લગભગ 2/5 છે

business news - દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં (Petrol-diesel prices)સતત વધારો થઈ રહ્યો છે. તેથી ડીઝલનો ઉપયોગ બંધ કરવા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે

નવી દિલ્હી : દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં (Petrol-diesel prices)સતત વધારો થઈ રહ્યો છે. તેથી ડીઝલનો ઉપયોગ બંધ કરવા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. ભારત 2024 સુધીમાં ખેતરોમાં ડીઝલનો ઉપયોગ ઘટાડીને શૂન્ય કરવાની અને કૃષિ ક્ષેત્રને રિન્યુએબલ એનર્જી (renewable energy) માં રૂપાંતરિત કરવાની આશા રાખે છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે (Power Minister RK Singh) કહ્યું છે કે ભારતમાં આગામી બે વર્ષમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ લગભગ સમાપ્ત થઈ જશે. કૃષિમાં ડીઝલની જગ્યાએ રિન્યુએબલ એનર્જી (renewable energy) અને ફોસિલ ઇંધણ (fossil fuel) નો ઉપયોગ કરવામાં આવશે.

ઉર્જા મંત્રાલય અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના અધિકારીઓ સાથે ઉર્જા મંત્રીએ ઉર્જા કાર્યક્ષમતા પગલાંના મોટા પાયે ઉપયોગ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર નવા અને આધુનિક ભારત માટે કાર્યરત છે, જે આધુનિક વીજળી વ્યવસ્થા વિના થઈ શકે તેમ નથી. તે આધુનિક ભારત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કામ કરવા તૈયાર છે.

તેમણે જણાવ્યું કે કોમર્શિયલ ભવનોએ ઈસીબીએસ (ECBS) નું પાલન કરવું જોઈએ અને ઘરેલું ઈમારતોએ ઈકો નિવાસ (ECO NIVAS) નું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઉર્જા ભંડારણની મદદથી વીજળીની તમામ માંગ નોન ફોસિલ ઇંધણ (non-fossil fuel) પદ્ધતિઓ દ્વારા પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચો - ઇન્વેન્ટરના કારનામા પર ખુશ થયા Anand Mahindra, માત્ર 20 મિનિટમાં સાઇકલને બનાવી નાખે છે ‘મોટરસાઇકલ’

સોલાર સિંચાઈ પંપ (Solar Irrigation Pump)

ઉર્જા મંત્રાલયે ખેડૂતોને ડીઝલ સંચાલિત સિંચાઈ પંપને બદલે સૌર ઉર્જાથી ચાલતા સિંચાઈ પંપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે. હવે સરકાર દ્વારા ઘણી સોલાર પંપ (Solar Pump Schemes) યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ માટે નાણાંકીય સહાય પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારોએ પણ સૌર સિંચાઈ પંપ (Solar Irrigation Pump) સ્થાપિત કરવા સબસિડી (Subsidy) આપવાનું શરૂ કર્યું છે.

ખેડૂતોની આવકમાં પણ થશે વધારો

સરકારી આંકડા અનુસાર, ભારતના કુલ ઇંધણ વપરાશમાં ડીઝલનો હિસ્સો લગભગ 2/5 છે. ભારતનું કૃષિ ક્ષેત્ર ઇંધણ ખાસ કરીને ડીઝલના સૌથી મોટા યૂઝર્સમાંનું એક છે. આવી સ્થિતિમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું આ પગલું સૌથી અસરકારક સાબિત થઈ શકે છે. તેનાથી ડીઝલના વપરાશમાં ઘટાડો આવશે અને ખેડૂતોનો ખર્ચ પણ બચશે.
First published:

Tags: Business, Diesel

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો