સ્વિસ બેંકમાં ભારતીયોનાં ખાતામાં છે કરોડો રૂપિયા, કોઇ નથી વારસદાર

News18 Gujarati
Updated: November 10, 2019, 5:16 PM IST
સ્વિસ બેંકમાં ભારતીયોનાં ખાતામાં છે કરોડો રૂપિયા, કોઇ નથી વારસદાર

  • Share this:
નવી દિલ્હી: સ્વિટ્ઝલેન્ડની બેંકોમાં ભારતીયનનાં આશરે એક ડઝન નિષ્ક્રિય ખાતા (Dormant Account) છે. જેનું કોઇ દાવેદાર નથી. એવામાં આ આશંકા છે કે આ ખાતામાં પડેલું ધન સ્વિટ્ઝરલેન્ડ સરકારને સૌંપી દેવામાં આવશે. સ્વિટ્ઝરલેન્ડ સરકારે 2015માં નિષ્ક્રિય અકાઉન્ટનો સર્વે કર્યો હતો. અને તે અકાઉન્ટની ડિટેઇલ્સ પણ જાહેર કરી હતી. જે હેઠળ આ ખાતાનાં દાવેદારોને તેમનાં અકાઉન્ટમાં જે રકમ છે તેનું પ્રમાણ આપવાનું હતું. જેમાં દસ ખાતા ભારતીયોનાં પણ છે. તો કેટલાંક ખાતા NRIનાં પણ હતાં.

છ વર્ષમાં એક પણ દાવો નથી થયો
સ્વિસ બેંક પાસે ઉપલબ્ધ આંકડાં પ્રમાણે ગત 6 વર્ષ દરમિયાન એક પણ ખાતા પર કોઇ ભારતીયનાં 'વારિસ'ને સફળતાપૂર્વ દાવો થયો નથી. તેમાંથી કેટલાંક ખાતા માટે દાવો કરવાનો સમય પણ આવતા મહિને પૂર્ણ થઇ જશે. તો અન્ય કેટલાંક ખાતા પર 2020 સુધી દાવો કરી શકાશે.

આ પણ વાંચો-SBI એ ગ્રાહકોને ફરી કર્યા એલર્ટ! ભૂલથી પણ શેર ન કરો આ વાતો, થશે મોટું નુક્શાન

2600 ખાતામાં પડ્યાં છે 300 કરોડ રૂપિયા
રસપ્રદ વાત એ છે કે, નિષ્ક્રિય ખાતામાંથી પાકિસ્તાની નિવાસીઓ સંબંધિત કેટલાંક ખાતા છે. આ ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડ સહિત અન્ય કેટલાંક દેશનાં નિવાસીઓનાં ખાતા છે. વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલી સૂચિ મુજબ, બેંકમાં આશરે 2600 ખાતા છે જેમાં 4.5 કરોડ સ્વિસ ફ્રેન્ક એટલે કે આશરે 300 કરોડ રૂપિયા પડ્યાં છે. 1955થી આ રકમ પર કોઇએ દાવો કર્યો નથી. સૂચિ જાહેર કરતા સમયે આશરે 80 સુરક્ષા જમા બોક્સ હતાં. સ્વિસ બેંકિગ કાયદા હેઠળ આ યાદીમાં દર વર્ષે નવાં ખાતા જોડાઇ રહ્યાં છે. હવે આ સૂચીમાં ખાતાઓની સંખ્યા આશરે 3500 થઇ ગઇ છે. સ્વિસ બેંક ખાતા છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં રાજકારણનો વિષય બની ગયો છે. કહેવાય છે કે, ભારતીયો દ્વારા સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં તેમનાં કાળા નાણાં રાખવામાં આવ્યાં છે. એવો પણ સંદેહ છે કે, જૂના રજવાડાઓ તરફથી પણ સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ધન રાખવામાં આવતું હતું. જોકે હાલનાં વર્ષોમાં વૈશ્વિક દબાણને કારણે સ્વિટ્ઝરલેન્ડે તેમની બેંકિંગ પ્રણાલીને નિયમિત તપાસ માટે ખુલ્લી મુકી છે. સાથે જ સ્વિટ્ઝરલેન્ડે ભારત સહિત વિભિન્ન દેશોની સાથે નાણાંકીય મામલે સૂચનાઓનું આદાન પ્રદાન કરવાની સમજૂતિ પણ કરી લીધી છે.આ પણ વાંચો- ખેતી માટે 6000 રુપિયા જોઇએ તો 30 નવેમ્બર સુધી જરુર કરો આ કામ

સ્પટેમ્બર, 2020માં જાહેર થશે બીજી યાદી
ભારતની સૂચનાઓ હેઠળ આદાન પ્રદાનની વ્યવસ્થા હેઠળ હાલમાં સ્વિઝરલેન્ડ સ્થિત નાણાકીય સંસ્થાઓમાં ભારતીય ખાતાઓની પહેલી યાદી મળી છે. અને હવે બીજી યાદી સ્પટેમ્બર, 2020 સુધીમાં મળશે. આ વચ્ચે, નિષ્ક્રિય ખાતાઓનાં દાવાની દેખરેખ સ્વિસ બેકિંગ ઓમ્બુડ્સમેન દ્વારા સ્વિસ બેંકર્સ એસોસિએશનનાં સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading