Petrol-Diesel Price Today: જાણો આજે આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel Price Today: જાણો આજે આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
આપના વાહનની ટેન્ક ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત

આપના વાહનની ટેન્ક ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત

  • Share this:
    નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટી ગયા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 83.51 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલો રહ્યો. નોંધનીય છે કે, 20 નવેમ્બરથી અત્યાર સુધી કુલ 15 ચરણમાં પેટ્રોલ 2.65 રૂપિયા મોંઘું થઈ ગયું છે, જ્યારે ડીઝલ 3.51 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 23 December 2020)



    દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Bye Bye 2020: આ દિગ્ગજ ખેલાડીઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, 9 વર્ષનો રયાન કાજી બન્યો સૌથી વધુ કમાણી કરનારો YouTuber, આટલી છે એક વર્ષની કમાણી!

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 23, 2020, 07:32 am

    ટૉપ ન્યૂઝ