શુક્રવાર બાદ આ એરપોર્ટથી નહીં ઉડી શકે Air Indiaના વિમાન, જાણો કારણ

News18 Gujarati
Updated: October 15, 2019, 1:50 PM IST
શુક્રવાર બાદ આ એરપોર્ટથી નહીં ઉડી શકે Air Indiaના વિમાન, જાણો કારણ
જો એર ઈન્ડિયાએ 18 ઑક્ટોબર સુધીમાં ચૂકવણી નહીં કરી તો 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જશે

જો એર ઈન્ડિયાએ 18 ઑક્ટોબર સુધીમાં ચૂકવણી નહીં કરી તો 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જશે

  • Share this:
મુંબઈ : દેશની સૌથી મોટી સરકાર ઑઇલ માર્કેટિંગ કંપની IOC (Indian Oil Corporation)એ એર ઈન્ડિયા (Air India)ને કહ્યું છે કે 18 ઑક્ટોબર સુધી Lump sum ચૂકવણી નહીં કરી તો 6 મુખ્ય એરપોર્ટ (Airports of India) ફ્યુઅલ સપ્લાય રોકી દેવામાં આવશે. ફ્યૂલ વગર ફ્લાઇટ કેજી રીતે ઉડી શકશે? IOCએ કહ્યું છે કે Air Indiaએ દર મહિને 100 કરોડ રૂપિયાની ચૂકવણીની શરત પૂરી નથી કરી. આ પહેલા 22 ઑગસ્ટે 6 એરપોર્ટ, કોચ્ચિ, મોહાલી, પુણે, પટના, રાંચી અને વિશાખાપટ્ટનમ પર એર ઈન્ડિયાને ફ્યુઅલ આપવાનું બંધ કરી દીધું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દખલ બાદ 7 સપ્ટેમ્બરે ફરીથી સપ્લાય શરૂ થઈ ગઈ. આ મામલામાં સૌથી વધુ ચિંતા ગ્રાહકોની છે. જો કોઈ કારણથી ફ્યુઅલ સપ્લાય રોકાઈ ગઈ તો ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે.

નોંધનીય છે કે, ગત સપ્તાહે બીપીસીએલ અને એચપીસીએલે એર ઈન્ડિયાને પત્ર મોકલીને તાત્કાલિક ચૂકવણી કરવા માટે કહ્યું હતું. બીજી તરફ, 5 ઑક્ટોબરે પણ એર ઈન્ડિયાને કહ્યું હતું કે, 11 ઑક્ટોબર સુધી Lump sum ચૂકવણી નહીં થઈ તો સપ્લાય રોકી દેવામાં આવશે.

5,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી


એર ઈન્ડિયા પર ફ્યુઅલના 5,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની જાણકારી આપી હતી. એર ઈન્ડિયા તરફથી ચૂકવણીમાં 8 મહિનાનો વિલંબ ચાલી રહ્યો છે.

માત્ર 18 ઑક્ટોબર સુધીનો સમય

આ મામલે એર ઈન્ડિયાએ કંપનીઓને પત્ર લખીને ફ્યુઅલ સપ્લાય ન રોકવા અપીલ કરી છે. જોકે, જવાબમાં કંપનીઓએ જણાવ્યું છે કે ચૂકવણી વિશે એર ઈન્ડિયાએ કોઈ સમય મર્યાદા નથી જણાવી. તેથી કંપનીઓ અપીલ પર વિચાર કરતાં 18 ઑક્ટોબર સુધીનો સમય આપી રહી છે.

>> ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા પર 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
>> ગત નાણાકિય વર્ષ (2018-19)માં એરલાઇન્સને 8,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
>> સરકારની તેમાં ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના છે. આગામી મહિનાથી પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો,

ઑટોથી લઇને હવાઇ યાત્રા થઇ શકે છે ખુબ જ સસ્તી! આ છે કારણ
નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મનમોહન સિંહના ગુણગાન ગાયા! મંદીથી બહાર આવવા આપી આ સલાહ
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading