હાઈવે કિનારે વાંસ ઉગાડી પેદા કરી શકાય છે 2 લાખથી વધારે રોજગાર: ગડકરી

News18 Gujarati
Updated: September 26, 2019, 4:55 PM IST
હાઈવે કિનારે વાંસ ઉગાડી પેદા કરી શકાય છે 2 લાખથી વધારે રોજગાર: ગડકરી
હાઈવે કિનારે વાંસ ઉગાડી પેદા કરી શકાય છે 2 લાખથી વધારે રોજગાર

તેમણે એ પણ કહ્યું કે, સરકાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સહિત 22 નવા ગ્રીન હાઈવે બનાવી રહી છે. જેનાથી પછાત વિસ્તારનો પણ વિકાસ થશે.

  • Share this:
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૅક્ટરમાં રોજગાર આપવાની વ્યાપક ક્ષમતા છે. તેમણે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોમાં રાજમાર્ગોની આજુ બાજુ વાંસના છોડ લગાવી 2 લાખ રોજગાર પેદા કરી શકાય છે.

રોજ 29 કિમી બની રહી છો રસ્તો
ગડકરીએ બુધવારે અહીં આઈડીએફસી ઈન્સ્ટીટ્યુટ દ્વારા દેશમાં રોજગાર સૃજન માટે પ્રાથમિકતા પર એક રિપોર્ટ જાહેર કરવાના અવસર પર કહ્યું, સરકારનું મુખ્ય મિશન રોજગાર ક્ષમતાનું સૃજન છે. રાજમાર્ગો સહિત પાયાના વિસ્તારમાં રોજગાર પેદા કરવાની વ્યાપક ક્ષમતા છે. મંત્રીએ કહ્યું કે, સડક નિર્માણ સાથે રાજમાર્ગ પરિયોજનાઓમાં રોજગાર પેદા કરવાની ક્ષમતા છે. તેમણે જણાવ્યું કે, હવે પ્રતિદિન 29 કિમી રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે.

ચીન પાસેથી 4 હજાર કરોડની ધૂપબત્તી માટે લાકડી ઈમ્પોર્ટ કર્યું છે ભારત
તેમણે કહ્યું કે, ભારત ચીન પાસેથી 4000 કરોડની ધૂપબત્તીની લાકડીની આયાત કરી રહ્યું છે. સરકારે હાલમાં જ તેના પર આયાત ટેક્સ વધારી 30 ટકા કર્યો છે.

વાંસ લગાવી પેદા થઈ શકે છે 2 લાખ રોજગારગડકરીએ કહ્યું કે, આ પ્રકારનું વાંસ અરૂણાચલ પ્રદેશ અન્ય ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. મે આયાતકોને કહ્યું કે તેની ખેતી કરો. રાષ્ટ્રીય રાજમાર્ગો પાસે પણ વાંસની ખેતી કરી શકાય છે. માત્ર વાંસથી જ 2 લાખ રોજગારના અવસર પેદા કરી શકાય છે.22 નવા ગ્રીવ હાઈવે બનાવી રહી છે સરકાર
આ સિવાય તેમણે એ પણ કહ્યું કે, સરકાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સહિત 22 નવા ગ્રીન હાઈવે બનાવી રહી છે. જેનાથી પછાત વિસ્તારનો પણ વિકાસ થશે. તેમણે કહ્યું કે, લૉજિસ્ટિક પાર્ક 280 જગ્યાઓ પર પ્રસ્તાવિત છે, અને પેટ્રોલિયમ કંપનીઓને હાઈવે પર જમીન આપવાની યોજના છે.

850 બસ પોર્ટ બનાવવાની યોજના
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 5 વર્ષોમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડીયાની કિટીમાં લગભગ 1400 કરોડ રૂપિયા આવી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, 850 સ્થાનો પર બસ પોર્ટની યોજના પણ છે. આ સિવાય તેમણે એ પણ કહ્યું કે, 480 હાઈવે પ્રોજેક્ટ્સની તપાસ કરવામાં આવી છે, જેમાં 280 પ્રોજેક્ટ્સને બૅન્ક ફંડ આપવા તૈયાર થઈ ગઈ છે.
First published: September 26, 2019, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading