નિતીન ગડકરીએ કહ્યું: “ભાવ ઘટાડવા માટે પેટ્રોલ-ડિઝલને GSTનાં દાયરામાં લાવો”

 • Share this:
  આખાય દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવો આસમાને આંબી ગયા રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારનાં હાઇ-વે મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાગ ઘટાડવા માટે તેમને ગુડ્સ એન્ડ સર્વિર ટેક્સ એટલે કે જીએસટીની નીચે લાવવા જોઇએ.

  દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ગડકરીએ કહ્યું કે, મેં અધિકારીઓ સામે આ અંગે એક પ્રેઝન્ટેશન કર્યું હતું અને કહ્યું હતુ કે, પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા જોઇએ. જેથી તેના ભાવ નીચે લાવી શકાય. અધિકારીઓએ આ અંગે હકારમાં પ્રતિભાવ આપ્યો હતો.

  નિતીન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમાં હાજરી આપ્યા પછી પત્રકારો સાથે વાતચીત કરી હતી.

  જો કે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “રાજ્યોને તેમની આવક ઘટશે એવી ચિંતા છે. કેમ કે, વિવિધ રાજ્યો પેટ્રોલ અને ડિઝલ પર અલગ અલગ ટેક્સ વસૂલે છે. પણ જો, પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો સારી વાત છે. આના કારણે પેટ્રોલના ભાવ ઘટશે.”અલબત્ત, નિતીન ગડકરીએ ચોખવટ કરી હતી કે, “આ તેમનો અંગત મત છે અને અંગેનો અંતિમ નિર્ણય પેટ્રોલિયમ મંત્રાલય કરી શકે.

  આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ વધવાને કારણે દેશમાં ઇંધણનાં ભાવ વધી રહ્યાં છે. આપણે વૈશ્વિક અર્થકારણનાં ભાગ છીએ. તેથી આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ વધે તો તેની અસર આપણાં દેશમાં પણ પડે છે.”
  નિતીન ગડકરીએ કહ્યું કે, ઇંધણ પર આપવામાં આવતી સબસિડી દૂર કરી અને તેમાંથી જે પૈસાની બચત થઇ તેના કારણે આઠ કરોડ પરિવારોને એલ.પી.જીનાં ગેસ કનેક્શન આપી શક્યા છીએ.
  Published by:kiran mehta
  First published: