Home /News /business /

કેન્દ્ર સરકાર લાવી રહી છે ખાસ કાયદો, રસ્તા પર પાર્ક કરેલી કારનો ફોટો મોકલનારને મળશે ₹500નું ઈનામ

કેન્દ્ર સરકાર લાવી રહી છે ખાસ કાયદો, રસ્તા પર પાર્ક કરેલી કારનો ફોટો મોકલનારને મળશે ₹500નું ઈનામ

નીતિન ગડકરી

rto new rules : નીતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું કે, તેઓ રસ્તા પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોના વલણને રોકવા માટે કાયદો લાવવાનો વિચાર કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું, "હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે, રસ્તા પર પાર્ક કરેલા વાહનને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે

વધુ જુઓ ...
    નવી દિલ્હી. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસવીર મોકલશે તો તેને 500 રૂપિયાનું ઈનામ મળશે. કેન્દ્ર સરકાર (Central Goverment) ટૂંક સમયમાં આવો કાયદો (New RTO Rules) લાવવા જઈ રહી છે. આ સિવાય ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin gadkari) એ ગુરુવારે આ માહિતી આપી.

    કાયદો લાવવા પર વિચાર

    નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે, તેઓ રસ્તા પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોના વલણને રોકવા માટે કાયદો લાવવાનો વિચાર કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું, "હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે, રસ્તા પર પાર્ક કરેલા વાહનને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ, ખોટી રીતે વાહન પાર્ક કરનાર વ્યક્તિની તસવીર લઈને મોકલનારને 500 રૂપિયા આપવામાં આવશે.

    આ પણ વાંચોWater Park Accident: વોટરપાર્ક જાઓ છો તો સાવધાન, સ્લાઈડીંગ બોટ પડતા યુવકનું દર્દનાક મોત

    'લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી'

    મંત્રીએ એ વાત પર અસંતોષ વ્યક્ત કર્યો કે, લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી. તેના બદલે તેઓ તેમના વાહનો રોડ પર પાર્ક કરે છે. હળવા સ્વરમાં, તેમણે કહ્યું, "નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે. આજે ચાર જણના પરિવાર પાસે છ કાર છે. એવું લાગે છે કે, દિલ્હીના લોકો નસીબદાર છે. અમે તેમના વાહન પાર્ક કરવા માટે રોડ બનાવ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Nitin Gadakari, Nitin Gadkari

    આગામી સમાચાર