સરકારે ગાયના ગોબરમાંથી બનેલો સાબુ લોન્ચ કર્યો, આવી છે કિંમત

News18 Gujarati
Updated: October 1, 2019, 8:43 PM IST
સરકારે ગાયના ગોબરમાંથી બનેલો સાબુ લોન્ચ કર્યો, આવી છે કિંમત
સરકારે ગાયના ગોબરમાંથી બનેલો સાબુ, વાંસની બોટલ લોન્ચ કરી, આવી છે કિંમત

દેશમાં પ્લાસ્ટિકની બોટલના સ્થાને બજારમાં જલ્દી વાંસની બોટલ આવવાની છે

  • Share this:
દેશમાં પ્લાસ્ટિકની બોટલના સ્થાને બજારમાં જલ્દી વાંસની બોટલ આવવાની છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગે ગાંધી જયંતિ પહેલા વાંસની આ બોટલને લોન્ચ કરી દીધી છે. આ સિવાય સોલર વસ્ત્ર (સોલર ચરખાથી બનેલ), ગોબરથી બનેલ સાબુ અને શેમ્પુ, સરસો તેલ સહિત ઘણા ઉત્પાદ લોન્ચ કર્યા હતા. 2 ઑક્ટોબરના દિવસે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર ખાદીના ઉત્પાદનો ઉપર ઘણી છુટ મળશે. આ સાથે સરકારે જાહેરાત કરી છે કે ખાદી ગ્રામોદ્યોગ આયોગ હવે રોજગાર પણ આપશે.

ક્યાંથી ખરીદશો સાબુ
રાજ્યના દરેક જિલ્લામાં ગ્રામોદ્યોગનો એક સ્ટોર હોય છે. આ સ્ટોર ઉપર જઈને તમે વાંસની બોટલ, ગાયના ગોબરથી બનેલ સાબુ વગેરે ચીજો ખરીદી શકો છો.

ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ CNBC આવાજને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્લાસ્ટિક બોટલના બદલે લોન્ચ કરવામાં આવેલ વાંસની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ છે. જેની શરુઆતની કિંમત 300 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ બોટલ પર્યાવરણ માટે અનુકુળ છે અને ટકાઉ પણ છે.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે

ખાદી ગ્રામોદ્યોગે ગાયના મુત્ર અને ગોબરમાંથી સાબુ બનાવ્યો છે. આ વિશે વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે આ બધા ટેસ્ટમાં સફળ રહ્યો છે. આ ત્વચા માટે ઘણો લાભદાયી છે. આ સિવાય ખાદી ગ્રામોદ્યોગના બધા સ્ટોર પર ઘણા પ્રોડક્ટસ ભારે ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યા છે. વાંસની બોટલની કિંમત 560 રુપિયા અને 125 ગ્રામ સાબુની કિંમત 125 રુપિયા છે.સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ગાયના ગોબર અને વાસથી બનેલી પાણીની બોટલ લોન્ચ કરી હતી. ગડકરીએ ગાંધી જયંતીના પ્રસંગે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તે જૈવિક ખેતી અને તેના લાભનો ઘણો સમર્થક છે. મંત્રાલયે એક યોજનાનો પ્રસ્તાવ કર્યો છે. જેમાં આ પ્રકારની એમએસએમઈ એકમોમાં 10 ટકા ઇક્વિટી ભાગીદારી કેન્દ્ર સરકારની રહેશે.
First published: October 1, 2019, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading