હવે ગરીબ અને મધ્યમ વર્ગને સરળતાથી મળશે Loan, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ

News18 Gujarati
Updated: July 24, 2020, 3:52 PM IST
હવે ગરીબ અને મધ્યમ વર્ગને સરળતાથી મળશે Loan, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ
પ્રતિકાત્મક તસવીર

તેમણે કહ્યું કે, તે હવે એક એવી નીતિનું નિર્માણ કરી રહ્યા છે, જેના આધારે રિઝર્વ બેન્ક સાાજિક સુક્ષ્મ નાણા સંસ્થાનો માટે સરળતાથી મંજૂરી, લાયસન્સ આપી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ ગરીબોને સરળતાથી લોન (Loan For Poor) અપાવવાની પહેલ શરૂ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. સામાજિક સંસ્થાનો જ્વારા ગરીબોને નાની રકમની લોન (માઈક્રોફાયનાન્સ) સરળતાથી ઉપલબ્ધ કરાવવા પર જોર આપ્યું છે. સડક પરિવહન અને રાજમાર્ગ તથા એમએસએમઈ (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) મંત્રીએ કહ્યું કે, આ મામલે તેમને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, ઉપાધ્યક્ષ રાજીવ કુમાર તથા ટાટા સમૂહ અને આઈઆઈટી સાથે ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે, તે હવે એક એવી નીતિનું નિર્માણ કરી રહ્યા છે, જેના આધારે રિઝર્વ બેન્ક સાાજિક સુક્ષ્મ નાણા સંસ્થાનો માટે સરળતાથી મંજૂરી, લાયસન્સ આપી શકે છે.

MSME ક્ષેત્ર માટે વધુ રોકડની જરૂર

ડિઝિટલ માધ્યમથી વેબ પોર્ટલની શરૂઆતના અવસર પર પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે, બેન્ક અને ગેર-બેન્કિંગ નાણાકીય કંપનીઓ સારૂ કામ કરી રહી છે, પરંતુ તેમના પર ગણુ દબાણ છે. ગડકરીએ કહ્યું કે, વેબ પ્લેટફોર્મ સાથે એક પારદર્શી, સમયબદ્ધ અને પરિણામ ઉન્મુખ કમ્પ્યુટરિકૃત પ્રણાલીની જરૂરત છે, જ્યાં આપણે એક સુક્ષ્મ નાણાકિય સંસ્થાન શરૂ કરી શકતા અને જે ગરીબ લોકોને સરળતાથી લોન આપી શકે. તેમણે કહ્યું કે, વાસ્તવમાં આ સમયની જરૂરિયાત છે. આ દરમિયાન તેમણે એમએસએમઈ ક્ષેત્ર માટે અને રોકડની જરૂરત પર જોર આપ્યું છે. ગડકરીએ કહ્યું કે, આ ક્ષેત્ર દેશના સકળ ઘરેલુ ઉત્પાદમાં 30 ટકાનું યોગદાન કરી રહ્યું છે.

આ પણ વાંચોGood News! વૈજ્ઞાનિકોએ કરી નવી શોધ, Corona વેક્સીન માટે રહેશે ફાયદાકારક

ગડકરીનું માર્કેટિંગ પર જોર

આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે, ફાર્મર-પ્રોડ્યુસર કંપની (પીએફસી) દ્વારા બનાવવામાં આવેલા સામાનની આ પ્રકારે માર્કેટિંગ કરવું જોઈએ તે તેમના ઉત્પાદનનો ખર્ચ ઓછો કરી શકાય. તેમણે વેબિનારમાં સામેલ થયેલા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પીએફસીના પ્રતિનિધિઓને અપીલ કરી કે તે ઉત્રપાદન વધારવાની સાથે-સાથે ઉત્પાદનનો ખર્ચ ઓછો કરવા પર જોર આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ગુણવત્તાની સાથે કરાર કર્યા વગર ઓછા ખર્ચ પર ઘરેલુ બજારમાં માલ ઉપલબ્ધ કરાવવો જોઈએ. ગડકરીએ કહ્યું કે, સરપ્લસ ઉપજને નિર્યાત કરવી જોઈએ.
Published by: kiran mehta
First published: July 24, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading