બસ આ કામથી સરકારના બચશે 1.2 લાખ કરોડ રૂપિયા

file photo

આમાં કહેવામાં આવ્યું હતું કે, આ આપણો દેશ અગામી પાંચથી સાત વર્ષમાં કરી શકે છે.

 • Share this:
  ભારત ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહનોને પ્રોત્સાહન આપી તેલ આયાત પર થતા ખર્ચ 1.2 લાખ કરોડની વિદેશી મુદ્દાની બચત કરી શકે છે. નીતિ આયોગના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, જીરો એમિશન વ્હીકલ્સ- ટુવાડ્રસ એ પોલિસી ફ્રેમવર્ક શીર્ષકથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને પરંપરાગત ઈંધણ પર ચાલતા વાહનોને ઈલેક્ટ્રીક વાહનોમાં ફેરવવાથી ઘણો ફાયદો થવાનો છે. વૈશ્વિક મોબિલિટી સમ્મેલન મૂવ દરમ્યાન આ રિપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યો હતો.

  નીતિ આયોગનું કહેવું છે કે, દેશમાં 17 કરોડ ટૂ-વ્હીલર છે, અને જો તેમાંથી પ્રત્યેક વાહન દર રોજ અડધુ લીટર પેટ્રોલ ખપત કરે છે, તો કુલ મળીને લગભગ 34 અબજ લીટરની ખપત થાય છે. રિપોર્ટ અનુસાર, 70 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે આના પર લગભગ 2.4 લાખ કરોડનો ખર્ચ આવે છે.

  હવે જો એવું માની લેવામાં આવે કે, યાત કરેલા કાચા તેલનો ખર્ચ, કર અને બાકી ખર્ચને મિલાવી આ 50 ટકા બેસે છે તો, આપણે 1.2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના આયાત તેલની બચત કરી શકીએ છીએ. આમાં કહેવામાં આવ્યું હતું કે, આ આપણો દેશ અગામી પાંચથી સાત વર્ષમાં કરી શકે છે.

  રિપોર્ટ અનુસાર, આના માટે અનુસંધાન સાથે નીતિ વ્યવસ્થાની જરૂરત હશે, જે અત્યાધુનિક પ્રદ્યોગિકી સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરી શકે. સાથે ભારતીય ઉદ્યોગ તરફથી આ સંદર્ભમાં સમન્વિત પ્રયાસની પણ આવશ્યકતા છે.
  Published by:kiran mehta
  First published: