Home /News /business /Zerodha investment tips: શેરની પસંદગી કેવી રીતે કરવી? સસ્તા સ્ટોક્સ કેટલા જોખમી? જાણો Zerodhaના સ્થાપક નીતિન કામથની ટિપ્સ

Zerodha investment tips: શેરની પસંદગી કેવી રીતે કરવી? સસ્તા સ્ટોક્સ કેટલા જોખમી? જાણો Zerodhaના સ્થાપક નીતિન કામથની ટિપ્સ

નીતિન કામથ

Zerodha investment tips: રોકાણ માટે શેરોની પસંદગી કરતી વખતે રોકાણકારોના અભિગમ, સામાન્ય ભૂલો અને પૂર્વગ્રહોને ટાળીને પોર્ટફોલિયોમાં કેવી રીતે વૈવિધ્યકરણ કરવું તે વિશે કંપનીના સ્થાપક અને CEO નીતિન કામથે (CEO Nithin Kamath) પોતાના વિચારો શેર કર્યાં હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દેશની ટોચની ઓનલાઈન બ્રોકરેજ ફર્મ Zerodha 80 લાખથી વધુ યૂઝર્સ ધરાવે છે. તે રિટેલ રોકાણકારો માટે મહત્ત્વનું પ્લેટફોર્મ બની ગઈ છે. રોકાણ માટે શેરોની પસંદગી કરતી વખતે રોકાણકારોના અભિગમ, સામાન્ય ભૂલો અને પૂર્વગ્રહોને ટાળીને પોર્ટફોલિયોમાં કેવી રીતે વૈવિધ્યકરણ કરવું તે વિશે કંપનીના સ્થાપક અને CEO નીતિન કામથે (CEO Nithin Kamath) પોતાના વિચારો શેર કર્યાં હતા. તેમજ ભવિષ્ય માટે તેમની કંપનીના પ્લાન વિશે પણ માહિતી આપી હતી.

મૂલ્ય સામે વૃદ્ધિ રોકાણ

વર્તમાન સમયે માહિતી સુધીની પહોંચમાં સરળતાને કારણે મૂડીબજારમાં રોકાણનો વિકાસ થયો છે. કોઈપણ સંભવિત ભાવિ પરિણામની કિંમત પહેલાથી જ સ્ટોકમાં છે. જોકે, ખરેખર યોગ્ય મૂલ્યનો સ્ટોક શોધવો એ અઘરો પ્રશ્ન છે. રોકાણનો મતલબ ખરેખર મૂલ્ય કે વૃદ્ધિ નથી, તે પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ વિશે છે. આપણો વિચાર તેમાં વિવિધતા પ્રદાન કરવાનો છે, ખાસ કરીને છૂટક રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ.

સ્ટોકની પસંદગી

આજે કંપનીઓના મૂલ્ય અને કંપની કેવી રીતે વિકાસ કરી શકે છે તેના આધારે દરેક વ્યક્તિ પોતાનું રોકાણ નક્કી કરે છે. ગ્રોથ કંપનીઓને પસંદ કરવાની વ્યૂહરચના પણ જોખમવાળી છે. જેથી રોકાણકારોએ જાગૃત રહેવું જોઇએ, રોકાણકારોને જોખમ વિશે પણ જાણ હોવી જોઇએ. રોકાણકારોએ એવી કંપનીઓના શેરો પર ધ્યાન આપવું જોઈએ, જે સારી કામગીરી કરી રહી છે અને જેની કિંમત આજના સમયમાં વધુ સારી છે.

રોકણકારો તરફથી કરવામાં આવતી બે મોટી ભૂલની વાત કરું તો તેઓ એક અથવા બે શેરોમાં કેન્દ્રિત રહે છે અને એમાં પણ તેને એવેરજ કરવાનો પ્રયાસ કરે છે. આ મોટાભાગના રિટેલ રોકાણકારો માટે પતનનું મુખ્ય કારણ છે.

રોકાણકારો અંતમાં થોડાક શેરના પ્રેમમાં પડી જાય છે અને જ્યારે સ્ટોક નીચો જાય છે ત્યારે સ્ટોક બાઉન્સ થવાનો તેમનો વિશ્વાસ વધી જાય છે અને અંતે તેઓ તેમાંથી વધુ ખરીદી કરે છે અને છેવટે રોકાણકારો એવા સ્થાને પહોંચે છે જ્યાં તે બેથી ત્રણ શેરો તેમના પોર્ટફોલિયોના કેન્દ્રમાં રહે છે.

રિટેલ રોકાણકારો માટે ખાસ કરીને તેમના રોકાણો લઈ બેસી રહેવુ મુશ્કેલ છે. તેથી રોકાણનો પોર્ટફોલિયો અભિગમ સારો. જોકે, તે સરળ નથી, અનુસરવો મુશ્કેલ છે. કારણ કે, તે રોકાણની રકમ પર પણ આધાર રાખે છે. લાંબા ગાળે પોર્ટફોલિયો અભિગમ અપનાવીને બજારમાં પૈસા કમાવવાની સૌથી વધુ તકો રહેલી છે.

જોકે, માનવીય પૂર્વગ્રહો તમને અમુક વસ્તુઓ ચોક્કસ રીતે પસંદગી કરવા માટે પ્રેરિત કરે છે. પરંતુ આ બધું શીખવાનો સૌથી સહેલો રસ્તો પ્રારંભમાં શીખવાનો છે. કારણ કે, ભવિષ્યમાં તે ચોક્કસ રોકાણની આદતોને બદલવી મુશ્કેલ બની જાય છે.

સસ્તા સ્ટોકની પસંદગી કેટલી યોગ્ય?

સસ્તા સ્ટોકનો અર્થ એ નથી કે તે ખરીદવા આકર્ષક લાગે છે. અત્યારે આ વાત સામાન્ય રિટેલ રોકાણકારોની વ્યૂહરચના બની ગઈ છે, કારણ કે રોકાણકારો અપેક્ષા રાખે છે કે, આ સસ્તા શેરમા ઉછાળો આવશે. આ બાબત રોકાણકારો માટે ખરાબ પ્લાનિંગ કહી શકાય. શેરબજારોમાં, જો કોઈ શેરનું મૂલ્ય નીચે જઈ રહ્યું હોય અને નોંધપાત્ર રીતે ઘટે તો તેનો અર્થ એ છે કે, હાલ તેની આસપાસ કેટલાક ખરાબ સમાચાર છે.

ઝેરોધામાં, અમે લોકોને આવી ભૂલો કરવાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કારણ કે, રોકાણકારો જેટલી ઓછી ભૂલો કરે છે, તેટલા વધુ તેઓ બજારમાં ટકી રહેશે. લોકો નીચી કિંમત અથવા પેની સ્ટોક્સ તરફ આકર્ષાય છે, ખાસ કરીને પ્રથમ વખત આવનારા રોકાણકારો વધુ આકર્ષિત થાય છે, કારણ કે, પેની સ્ટોક ટ્રેડિંગ વોલ્યુમ લગભગ 75% ડાઉન છે.

એસેટ ક્લાસ આગામી વર્ષોમાં નેતૃત્વ કરશે

આ બાબત દરેક એસેટ ક્લાસ માટે છે. જ્યાં વળતર વધુ હશે ત્યાં વધુ રસ વધશે. ક્રિપ્ટોએ પડકાર છતાં પણ એટલું સારું કર્યું છે. તેણે લોકોને પૈસા કમાવી આપ્યા છે, તેથી જ લોકોને તેમાં રસ છે. શેરની ભાગીદારી વધી છે તેનું કારણ છેલ્લા 2 વર્ષમાં બજારોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. તેઓ રિયલ એસ્ટેટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

શેરબજારો આ રીતે આગળ વધી રહ્યાં હોવાથી લોકો ઈકવિટી અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચેના ભેદ અથવા અન્યમાં વિકલ્પમાં રસ લેશે. અંગત રીતે, મને લાગે છે કે રિયલ એસ્ટેટમાં કમાવાના પૈસા નથી. તે યાદીમાં સૌથી નીચે છે. દુનિયામાં સોનાને લઇને અનિશ્ચિતતા છે.

આ પણ વાંચો: બજાર ધરાશાયી: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો; 2-3 અઠવાડિયામાં આ 10 શેર કરાવી શકે છે મોટી કમાણી

Crypto અહીં વાઇલ્ડકાર્ડ છે, વળતર કેવું છે તે ઘણી બાબતના આધારે થઇ શકે છે. હું માનું છું કે, ક્રિપ્ટોમાં ગતિવિધિ ઓછી થશે અને વધુ નહીં થાય. કારણ કે સરકારોએ આમાં આવવું પડશે અને તેને અમુક સ્વરૂપમાં નિયંત્રિત કરવું પડશે.

એફડી ઉપર સોનું

જો ભારત આગામી 20 વર્ષમાં સારું પ્રદર્શન કરશે, તો ઇક્વિટી વર્ગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હશે. ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ સમસ્યા હતી, જેમાં પાછલા વર્ષોમાં સુધારો થયો છે. જો કોર્પોરેટ ગવર્નન્સ વધે છે, તો ઇક્વિટીની સારી કામગીરી કરવાની સંભાવના પણ વધી જાય છે.

2022માં IPO માર્કેટ

મને નથી લાગતું કે, આ વર્ષે IPO માર્કેટ એટલું ગરમ ​​થશે, જે મારા મતે લોકો માટે સારું છે. જો બજાર ખૂબ ગરમ હશે, તો દરેક રોકાણકારો પ્રયાસ કરશે. જો IPO બજાર વધુ ગરમ ન હોય, તો લોકો IPO ની કિંમત શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે નક્કી કરવાનો પ્રયાસ કરશે. જે રિટેલ રોકાણકારો માટે સારું છે.

ઝેરોધાના (Zerodha) નવા વર્ષની યોજનાઓ

સેલ્ફ ફન્ડેડ હોવાથી આ વર્ષમાં કોઈ ભંડોળ ઊભું કરવાની અમારી યોજના નથી. અમારા ગ્રાહકોને નાણાંની ભૂલો ઘટાડવામાં મદદ કરવી એ અમારી પ્રાથમિક યાદીમાં છે.

2017-2018માં ટ્રેડિંગના કલાકો દરમિયાન એપનો ડાઉનટાઇમ મોટો મુદ્દો હતો. કારણ કે અમે થર્ડ પાર્ટી પર નિર્ભર હતા. છેલ્લા 2 વર્ષમાં તેમાં સૌથી વધુ અસ્થિરતા જોવા મળી છે. જો તમે અમારા ડાઉનટાઇમ પર નજર નાખો, તો તે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી ઓછો છે. મહામારી દરમિયાન વિશ્વએ વધુ અસ્થિરતા જોઈ ત્યારે કલાકો અથવા દિવસો માટે ડાઉન રહેવાની તુલનામાં અમારી પાસે કદાચ 5-10 મિનિટની સમસ્યાઓ હતી.

આ પણ વાંચો: રિટેલ રોકાણકારો માટે સૌથી ખરાબ પ્રોડક્ટ છે Buy now Pay later - Zerodhaના સ્થાપક નીતિન કામથે આપી ચેતવણી

અમે તેને વધુ સારી બનાવવા માટે તેના પર કામ કરી રહ્યા છીએ. આજે અમારી પાસે 4 અલગ-અલગ સેટઅપમાં ગ્રાહકો છે તેથી જો કોઈ સમસ્યા માટે ડાઉનટાઇમ હોય તો પણ તે એક સમયે એક સેટઅપને અસર કરશે. બાકીના 3 પર કામ કરી રહ્યાં હશે. સક્રિય ગ્રાહકોની સરખામણીમાં ટકાની દ્રષ્ટિએ Zerodha અંગે ગ્રાહક ફરિયાદ સૌથી ઓછી છે.
First published:

Tags: Investment, Share market, Stock tips, Zerodha