Home /News /business /

નીતા અંબાણીએ કહ્યું, 'આ અદ્ભુત લીગ સાથે જોડાણ વધુ ગાઢ બનાવવા પર અમને ગર્વ છે', Viacom-18ને મળ્યા IPL Media Rights

નીતા અંબાણીએ કહ્યું, 'આ અદ્ભુત લીગ સાથે જોડાણ વધુ ગાઢ બનાવવા પર અમને ગર્વ છે', Viacom-18ને મળ્યા IPL Media Rights

વાયાકોમ 18ને આઈપીએલના ડિઝિટલ રાઈટ્સ મળ્યા બાદ નીતા અંબાણીનું નિવેદન

Viacom-18 IPL Media Rights : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર નીતા અંબાણી (Nita Ambani) એ જણાવ્યું હતું કે, “રમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને બધાને એક સાથે લાવે છે. ક્રિકેટ અને IPL એ શ્રેષ્ઠ રમત છે અને ભારતની સર્વશ્રેષ્ઠ રમત તરીકે પ્રતિનિધિત્વ કરે છે, તેથી જ અમને આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથે અમારું જોડાણ ગાઢ કરવામાં ગર્વ

વધુ જુઓ ...
  Viacom-18 IPL Media Rights : Viacom-18ને આગામી પાંચ વર્ષ માટે IPLના ડિજિટલ અધિકારો મળ્યાના એક દિવસ પછી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણી (Nita Ambani) એ કહ્યું છે કે, કંપનીનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરીય IPL કવરેજ તૈયાર કરવાનો છે અને તેને ભારતના દરેક ઘર સુધી લઈ જવા માંગીએ છીએ. ઈ-ઓક્શન પછી પ્રથમ વખત પ્રતિભાવ આપતાં શ્રીમતી અંબાણીએ કહ્યું કે, આઈપીએલ ભારતમાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે અને ટૂર્નામેન્ટ ભારતના દરેક ઘર સુધી પહોંચશે, કેમ કે ભારત ડિજિટલ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે.

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “રમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને બધાને એક સાથે લાવે છે. ક્રિકેટ અને IPL એ શ્રેષ્ઠ રમત છે અને ભારતની સર્વશ્રેષ્ઠ રમત તરીકે પ્રતિનિધિત્વ કરે છે, તેથી જ અમને આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથે અમારું જોડાણ ગાઢ કરવામાં ગર્વ છે, અમારો ધ્યેય, આઈપીએલનો આનંદદાયક અનુભવ ક્રિકેટના તમામ ફેન્સ સુધી પહોંચાડવાનો છે - આપણા દેશના દરેક ખૂણામાં અને સમગ્ર વિશ્વમાં.”

  ઉલ્લેખનીય છે કે, BCCIએ 5 વર્ષમાં IPLની 410 મેચોનું આયોજન કરવાની યોજના બનાવી છે. 2023-24માં 74-74, 2025 અને 2026માં 84-84 અને 2027માં 94 મેચ. IPL 2022 થી 8 ને બદલે 10 ટીમોને તક આપવામાં આવી હતી.

  આ પણ વાંચો - india vs ireland : આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા કરશે કપ્તાની

  તે જ સમયે, જય શાહે ટ્વિટ કર્યું છે કે વાયકોમ 18 ને રૂ. 23,758 કરોડના ડિજિટલ અધિકારો મળ્યા છે. ભારતે ડિજિટલ ક્રાંતિ જોઈ છે અને આ ક્ષેત્રમાં અનંત શક્યતાઓ છે. ડિજિટલ મીડિયાએ ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે. આ રમતના વિકાસ અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનમાં એક મોટું પરિબળ રહ્યું છે. તેણે આગળ લખ્યું કે સ્ટાર ઈન્ડિયાને 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઈટ્સ આપવામાં આવ્યા છે. છેલ્લી વખતે સ્ટારે 16,348 કરોડમાં ટીવી અને ડિજિટલ બંને અધિકારો ખરીદ્યા હતા. આ વખતે તેમાં લગભગ 3 ગણો વધારો થયો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: IPL Latest News, Neeta Ambani, નીતા અંબાણી

  આગામી સમાચાર