Home /News /business /

Her Circle: નીતા અંબાણીએ હિન્દીમાં લોન્ચ કર્યું લોકપ્રિય મહિલા સશક્તિકરણ પ્લેટફોર્મ 'હર સર્કલ'

Her Circle: નીતા અંબાણીએ હિન્દીમાં લોન્ચ કર્યું લોકપ્રિય મહિલા સશક્તિકરણ પ્લેટફોર્મ 'હર સર્કલ'

નીતા અંબાણી

Her Circle in Hindi: નીતા અંબાણીએ જણાવ્યું કે, “આટલા ઓછા સમયમાં હર સર્કલને આટલું સારી રીતે વિકસિત થતું જોઈને મને ખૂબ આનંદ થાય છે. તેમાં જોડાયેલી તમામ મહિલાઓનું હું સ્વાગત કરું છું."

મુંબઇ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani)એ જાહેરાત કરી હતી કે ડિજિટલ ક્રાંતિની સાથે મહિલા શક્તિ (Women empowerment)નો સમન્વય કરતી અનોખી પહેલ ‘હર સર્કલ’ની આજે હિન્દી (Her Circle in Hindi) એપ્લિકેશનના લોન્ચ સાથે હવે બહુભાષીય દિશામાં વિસ્તૃત કરાઇ રહી છે. હર સર્કલની શરૂઆત નીતા એમ. અંબાણીએ એક વર્ષ પહેલા કરી હતી અને તે 42 મિલિયનની પહોંચ સાથે મહિલાઓ માટે ભારતનું સૌથી ઝડપથી વિકસતું ડિજિટલ પ્લેટફોર્મ બની ગયું છે.

લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું કે, “હર સર્કલ એક વિકસતું પ્લેટફોર્મ છે, જે પ્રદેશ અને ભાષાને ધ્યાનમાં લીધા વગર તમામ મહિલાઓ માટે છે. હું ઇચ્છું છું કે અમારી પહોંચ અને ટેકો કોઇ પણ અવરોધ વગર તમામ સુધી પહોંચે. અને દરેક મહિલાના જીવનમાં તેની ભાષામાં જ સરળતાથી ઉપલબ્ધ થાય. અમે પહેલા હર સર્કલ હિન્દીમાં લોન્ચ કરી રહ્યા છીએ. આશા છે કે તેને ઇંગ્લિશ પ્લેટફોર્મ જેટલી જ લોકપ્રિયતા મળશે.”

નીતા અંબાણીએ હિન્દી એપ લોન્ચ કરવા ઉપરાંત હર સર્કલની પ્રથમ એનિવર્સરી પોતાના પહેલા ડિજિટલ કવર પર દર્શાવીને અને એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપીને સેલિબ્રેટ કરી હતી.

હર સર્કલના પ્રથમ વર્ષના લક્ષ્યો ડિજિટલ વપરાશ અને નેટવર્કિંગના લક્ષ્યોની વિશાળ લીસ્ટને આવરી લે છે. યૂઝર્સ માટે ક્યુરેટ અને લીસ્ટેડ હજારો નોકરીની તકોએ તેમને કારકિર્દીની યોગ્ય પસંદગી સાથે જોડ્યા છે. પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, ફૂડ સ્ટાઈલિશ, ફિટનેસ ટ્રેનર, ડોગ ટ્રેનર, રેડિયો જોકી કેવી રીતે બનવું તે અંગેના વિસ્તૃત માસ્ટરક્લાસમાં ઘણી સફળતા મળી છે. 30 હજાર એન્ટ્રેપ્રેન્યોર્સ સાથે આ નેટવર્ક મહિલાઓને આગળ વધવામાં મદદ કરે છે.

સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલના તબીબી નિષ્ણાતો માનસિક સ્વાસ્થ્ય, ફિઝિકલ ફિટનેસ, સ્કિન કેર, ગાયનેકોલોજીકલ સમસ્યાઓ, કાઉન્સેલિંગ વગેરેની 24 કલાક ફ્રી સેવા આપે છે.

ફિટનેસ અને ન્યૂટ્રિશન, પીરિયડ, ફર્ટિલિટી, પ્રેગ્નન્સી તેમજ ફાઇનાન્સ માટે પર્સનલાઇઝ્ડ ટ્રેકર્સનો ઉપયોગ 1.50 લાખ સબસ્ક્રાઇબર્સ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો છે. તેમજ ખાસ ઇન્ટરવ્યૂ દ્વારા હર સર્કલનું કન્ટેન્ટ ખૂબ પાવરફુલ બને છે.નીતા અંબાણીએ જણાવ્યું કે, “આટલા ઓછા સમયમાં હર સર્કલને આટલું સારી રીતે વિકસિત થતું જોઈને મને ખૂબ આનંદ થાય છે. તેમાં જોડાયેલી તમામ મહિલાઓનું હું સ્વાગત કરું છું. એક સલામત જગ્યા જ્યાં સ્ત્રીઓ નવી વસ્તુઓ શીખીને, પોતાને નવી કુશળતા આપીને અને તેમના સપનાને સાકાર કરી ખીલે છે!”

કઇ રીતે કામ કરે છે હર સર્કલ?

હર સર્કલ વિવિધ મહિલાઓને સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા જોડે છે. જેમાં મહિલાઓ બ્યૂટી, ફેશન, મનોરંજન, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા લેખો વાંચી શકે છે અને મહિલા સંચાલિત એનજીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા જોડાઇ શકે છે. અપસ્કિલિંગ અને જોબ્સ સેક્શન દ્વારા તેઓ પ્રોફાઇલ અનુરૂપ નોકરી મેળવી શકે છે.

પ્રાઇવેટ અને સુરક્ષિત - વિડિઓઝથી લઈને લેખો સુધીની સામગ્રી, બધા માટે પબ્લિક છે, જ્યારે પ્લેટફોર્મનો સોશિયલ નેટવર્કિંગ ભાગ ફક્ત મહિલાઓ માટે છે. હર સર્કલમાં મહિલાઓ માટે પ્રાઇવેટ ચેટરૂમમાં તબીબી અને નાણાંકીય નિષ્ણાંતોને પ્રશ્નો પૂછવા માટે એક પર્સનલ સ્પેસ પણ છે.

હર સર્કલ એ ડેસ્કટૉપ અને મોબાઇલ-રિસ્પોન્સિવ વેબસાઇટ છે અને Google પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પર ફ્રી એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Womens day, નીતા અંબાણી

આગામી સમાચાર