રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિકનું કર્યું ઉદ્ઘાટન

રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી (ફાઇલ તસવીર)

નીતા અંબાણીએ કહ્યું કે, આપણે ફરી એક વાર કેન્સર ફ્રી વર્લ્ડ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે

 • Share this:
  મુંબઈ. વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2021)ના પ્રસંગે ગુરુવારે રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)ની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani)એ વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક (One Stop Breast Clinic)ની ભેટ આપી છે. નીતા અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ (HNRF Hospital)માં બ્રેસ્ટ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું. આ પોતાની રીતનું પહેલું ક્લિનિક છે.

  વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે નીતા અંબાણીએ કેન્સર ફ્રી વર્લ્ડ (Cancer Free World) માટે પ્રતિબદ્ધતા દર્શાવી. તેઓએ જણાવ્યું કે, અમારો ઉદ્દેશ્ય છે કે દરેક ભારતીયને સસ્તી કિંમત પર વર્લ્ડ ક્લાસ હેલ્થની દેખભાળ થાય. રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને કહ્યું કે, એક ભારતીય અને ખાસ કરીને મહિલા હોવાને નાતે વન સ્ટોપ બ્રેસ્ટ કેન્સર ક્લિનિકની શરુઆત કરતાં હું ગૌરવ અનુભવી રહી છું.

  નીતા અંબાણીએ કહ્યું કે, અમે એક વ્યાપક ઓન્કોલોજી વિભાગની સ્થાપના કરવા ઉપરાંત આ દેશનું સૌથી શ્રેષ્ઠ રિહેબિલિટેશન કેન્દ્રો પૈકી એક છે. તેઓએ વધુમાં કહ્યું કે, વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિકની ટીમ સૌથી ઝડપી ડાયગ્નોસિસ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

  રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને આ પ્રસંગે કહ્યું કે, અમે એક ઓન્કોલોજી સર્વિક વિકસિત કરી છે. સ્તન કેન્સર દુનિયાભરમાં મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર છે અને ભારતીય મહિલાઓમાં કેન્સર પીડિત શહેરી ક્ષેત્રોમાં છે.

  તેઓએ જણાવ્યું કે, આ ક્લિનિકનો ઉદ્દેશ્ય સ્તનને લગતી બીમારીની સાથે કોઈ પણ મહિલાને બે કલાકમાં એક વ્યાપક મૂલ્યાંકન, નિદાન અને ઉપચારનો માર્ગ દર્શાવવામાં મદદ કરે છે. આ કેન્સર ક્લિનિકનું સેટઅપ કરવામાં શહેરના જાણીતા ઓનકો-સર્જન ડૉક્ટર વિજય હરિભક્તિ (Dr. Vijay V. Haribhakti)ની અગત્યની ભૂમિકા છે.

  (ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
  Published by:Mrunal Bhojak
  First published: