Home /News /business /Budget 2023: 'ગેમચેન્જર સાબિત થશે પીએમ વિકાસ યોજના': નિર્મલા સીતારમણ

Budget 2023: 'ગેમચેન્જર સાબિત થશે પીએમ વિકાસ યોજના': નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક 18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી છે.

FM Nirmala Sitharaman Interview:આ સુપર એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં નાણામંત્રીએ કહ્યું કે, તેમણે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તમામ જરૂરી પગલાં લીધા અને આ મુશ્કેલ પડકારનો મજબૂતી સાથે સામનો કર્યો.

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક 18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી છે. આ ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે જણાવ્યું કે બજેટનો અર્થ રોકાણકારો માટે, ગ્રાહકો માટે, કરદાતાઓ માટે અને અર્થતંત્ર માટે શું છે. આ સુપર એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં નાણામંત્રીએ કહ્યું કે, તેમણે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તમામ જરૂરી પગલાં લીધા અને આ મુશ્કેલ પડકારનો મજબૂતી સાથે સામનો કર્યો. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશની અર્થ વ્યવસ્થાને નિયંત્રણમાં રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત થતી રહે છે.

નેટવર્ક 18 ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “કોવિડની પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે અમારી પાસે આ પહેલાનું આવું કોઈ ઉદાહરણ ન હતુ જેને અનુસરી શકાય. રોગચાળા પછી, અમે તમામ હિતધારકો સાથે સંવાદમાં રહ્યા હતા. પીએમ મોદીએ વાતચીતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અમારી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો: બ્રાઈટ ઇન્ડિયાની કહાની, નાણામંત્રીની જુબાની

બજેટ 2023થી અપેક્ષિત મુખ્ય પરિણામો વિશે વાત કરતા, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 'હું વિદેશથી આવતા લોકો સાથે પ્રવાસનમાં આવતા નોંધપાત્ર ફેરફાર જોવાની અપેક્ષા રાખું છું. અર્થવ્યવસ્થાને સક્રિય રાખવાનો આ એક સારો માર્ગ હશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "મને PM-વિકાસ યોજનામાં આશા દેખાય છે કારણ કે, તેની પાસે વિશાળ બજાર છે અને તેની શરૂઆત સાથે, અમે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકીશું.


નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, 'બજેટ પહેલા દરેકનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. નાણાકીય નુકસાન અંગે રાજ્યો સાથે વાતચીત કરવામાં આવી હતી. બજેટમાં દરેકનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
First published:

Tags: Budget 2023, દેશવિદેશ