Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટોકમાં 40% ઉછાળાની આશા

રેખા અને રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: BSE શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) પાસે સપ્ટેમ્બર 2021 સુધીમાં ઇન્ડિયન હોટેલ્સમાં 1.05 ટકા હિસ્સો હોવાનું જાણવા મળે છે.

  • Share this:
મુંબઈ: બ્રોકરેજ અને રિસર્ચ હાઉસ નિર્મલ બેંગે (Nirmal Bang) તાજેતરમાં ઇન્વેસ્ટર કૉલ પર ઇન્ડિયન હોટેલ્સ (Indian Hotels) કંપનીની યજમાની કરી હતી. જેમાં મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં હોટેલ્સના ભાડામાં જોવા મળેલી મજબૂત વૃદ્ધિ બાદ સ્ટેકેશન, વેકેશન, લગ્ન વગેરેના કારણે ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિની ઝડપ વધી છે. ઉલ્લેખનીય છે કે, BSE શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) પાસે સપ્ટેમ્બર 2021 સુધીમાં ઇન્ડિયન હોટેલ્સમાં 1.05 ટકા હિસ્સો હોવાનું જાણવા મળે છે.

નિર્મલ બેંગ IHCLની વૃદ્ધિ બાબતે સકારાત્મક છે. વી આકારની રિકવરી સાથે માંગમાં મજબૂત વૃદ્ધિના વાતાવરણ, કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનના કારણે IHCLની બિઝનેસ રિકવરીની શક્યતાઓ પર સકારાત્મક અસર કરી શકે છે. જેના કારણે EBITDA માર્જિન વધારવા, સેગમેન્ટમાં મજબૂત બ્રાન્ડ રિકોલ અને ફૂટપ્રિન્ટ, વૃદ્ધિ માટે એસેટ લાઇટ એપ્રોચ અને જિંજર, ક્મિન, અમા ટ્રેલ્સ, ચેમ્બર્સ વગેરે જેવા અન્ય વર્ટિકલ્સને શામેલ કરવા માટે આવક વ્યૂહરચનામાં મદદ કરશે.

294 રૂપિયાનો ટાર્ગેટ

નિર્મલ બેંગ દ્વારા ઇન્ડિયન હોટેલ્સ શેર્સમાં ખરીદીનું રેટિંગ જાળવી રાખ્યું છે. તેમાં વર્તમાન સપાટીએથી 40 ટકાના ઉછાળા સાથે 294 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

મેનેજમેન્ટ વિકાસને આગળ ધપાવવા માટે પ્રયાસરત

નોંધમાં જણાવાયું છે કે, મેનેજમેન્ટ વ્યૂહરચના વિકાસને આગળ વધારવા પર કેન્દ્રિત છે, દેવા ઘટાડા પર નહીં. વ્યૂહરચનાના મુખ્ય પાસાઓમાં મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટમાં વધારો કરી રેવન્યૂ સ્ટ્રીમમાં વિવિધતા લાવીને એસેટ લાઇટ રૂમ એક્પેન્શન, રૂટ્સ જેવી પેટાકંપનીઓના બેલેન્સ શીટની તાકાતમાં સુધારો અને મિલકત પર ઊંચું વળતર મળે તેની ખાતરી કરવા માટે એસેટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Star Health IPO: કમાણીનો વધુ એક મોકો, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી

તાજ માનસિંહમાં જાપાનીઝ રેસ્ટોરન્ટ બંધ કરી

ઉલ્લેખનીય છે કે, IHCL મેનેજમેન્ટ પ્રોપર્ટી માટેના સામાન્ય દર કરતાં વધુ વળતર જનરેટ કરવા માટે મિલકતમાં જગ્યાના ઉપયોગને વધુને વધુ સાંકળી રહ્યું છે. દાખલા તરીકે, મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેઓએ તાજ માનસિંહમાં જાપાનીઝ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. કારણ કે રેસ્ટોરન્ટમાંથી રિટર્ન રેશિયો મિલકત માટેના હર્ડલ રેટ કરતા ઓછો હતો. વધુમાં તેઓએ તાજ માનસિંહમાં રૂમનું કદ વધાર્યું હતું. જેના કારણે ARR વધારવામાં મદદ મળી છે, જેનાથી મિલકત પરના વળતરમાં સુધારો થયો છે.

(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેર ખરીદવા કે વેચવાની કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published: