નીરવ મોદીની 68 પેઈન્ટિંગ્સની થઈ હરાજી, આયકર વિભાગને મળ્યા કરોડો રૂપિયા

પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના ઘોટાળાના આરોપી નીરવ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 97 કરોડ બાકી છે. ફરાર હીરા વેપારી હાલ લંડનની એક જેલમાં બંધ છે.

News18 Gujarati
Updated: March 27, 2019, 5:52 PM IST
નીરવ મોદીની 68 પેઈન્ટિંગ્સની થઈ હરાજી, આયકર વિભાગને મળ્યા કરોડો રૂપિયા
પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના ઘોટાળાના આરોપી નીરવ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 97 કરોડ બાકી છે. ફરાર હીરા વેપારી હાલ લંડનની એક જેલમાં બંધ છે.
News18 Gujarati
Updated: March 27, 2019, 5:52 PM IST
આયકર વિભાગે પંજાબ નેશનલ બેન્ક ઘોટાળાના ભાગેડુ આરોપી હીરા વેપારી નીરવ મોદીની માલિકીની પેઈન્ટિંગ્સની મંગળવારે હરાજી કરી. આ હરાજીમાં વિભાગને 59.37 કરોડની કમાણી થઈ. રિપોર્ટ્સ અનુસાર, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નીરવની કુલ 68 પેઈન્ટિંગ્સની હરાજી કરાવી. પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના ઘોટાળાના આરોપી નીરવ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 97 કરોડ બાકી છે. ફરાર હીરા વેપારી હાલ લંડનની એક જેલમાં બંધ છે.

રિપોર્ટ્સ અનુસરા, આયકર વિભાગે હરાજી માટે એક પ્રાઈવેટ કંપનીની મદદ લીધી હતી. કંપનીનું કમિસન કાપીને વિભાગના ખાતામાં કુલ 54.84 કરોડ રૂપિયા આવશે. તમને જણાવી દઈએ કે, આમાં રાજા રવિ વર્મા, જગન ચૌધરી, વીએસ ગાયતોંડે, એફએન સૂજા અને અકબર પદ્મશ્રી જેવા નામચીન કલાકારોની પેઈન્ટિંગ્સ સામેલ હતી. વીએસ ગાયતોંડે દ્વારા બનાવવામાં આવેલી એક પેઈન્ટિંગ્સ 25.24 કરોડ રૂપિયામાં વેચાઈ. જોકે, 2015માં તેની બોલી 29.3 કરોડ રૂપિયા લાગી હતી, અને તે સમયે તે દેશની સૌથી મોંઘી પેઈન્ટિંગ બની હતી.


Loading...

જ્યારે, નીરવ મોદીની ફર્મ કેમલોટ એન્ટરપ્રાઈઝે આ 68 પેઈન્ટિંગ્સની હરાજી વિરુદ્ધ રાજસ્વ વિભાગને એક લીગલ નોટિસ મોકલી છે. આમાં લખવામાં આવ્યું છે કે, સૈફરનઆર્ટ ઓનલાઈન આર્ટ કેટલોગમાં હરાજી માટે 68 કલાકૃતિઓનું લીસ્ટ છે. તેના પર ધ્યાન નથી આપવામાં આવ્યું કે 68માંથી માત્ર 19 પેઈન્ટિંગ્સ કંપની સાથે જોડાયેલી છે. આ હરાજી ગેરકાદેસર છે અને તેને રદ્દ કરવામાં આવે. પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટે 20 માર્ચે તપાસ એજન્સિઓને નીરવ મોદીની માલિકીના હકવાળી 173 પેઈન્ટિંગ્સ અને 11 ગાડીઓની હરાજી કરવાની મંજૂરી આપી હતી.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...