Stock Market tips: નીલેશ શાહ કહ્યુ કે, ઓક્ટોબર 2021થી માર્ચ 2022 વચ્ચે રિટેલ રોકાણકારોએ ખૂબ મેચ્યોરિટી બતાવી છે. બજારમાં ઘટાડા વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારો ડર્યાં ન હતા.
મુંબઇ. Stock Market tips: છેલ્લા થોડા વર્ષોમાં દુનિયામાં બહુ બધા ફેરફારો થયા છે. રિટેલ રોકાણકારો ખૂબ હોંશિયાર થઈ ગયા છે. કોટક એએમસી (Kotak AMC)ના એમડી નીલેશ શાહ (Nilesh Shah)નું આવું કહેવું છે. નીલેશ શાહે કહ્યુ કે, આપણે રિટેલ રોકાણકારોનો આભાર માનવો જોઈએ. તેઓએ SIP મારફતે જ નહીં પરંતુ અસેટ અલોકેશન ફંડ્સ અને બેલેન્સ્ડ એડવાન્ટેઝ ફંડ્સ (Balanced advantage funds) મારફતે પણ રોકાણ કર્યું છે. આ જ કારણ છે કે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની વેચવાલીની વધારે અસર માર્કેટ પર નથી પડી. મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી કરીને બજારને નીચે પડતા બચાવ્યું છે.
રિટેલ રોકાણકારોએ પરિપક્વતા બતાવી
શાહે કહ્યુ કે, ઓક્ટોબર 2021થી માર્ચ 2022 વચ્ચે રિટેલ રોકાણકારોએ ખૂબ મેચ્યોરિટી બતાવી છે. બજારમાં ઘટાડા વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારો ડર્યાં ન હતા. આ ઘટાડા દરમિયાન ઘરેલૂ ફંડોએ વધારે ખરીદી કરી હતી. તેમણે કહ્યુ કે, રોકાણકારોએ માર્કેટમાં કડાકાથી ડરવાની જરૂર નથી. જોકે, સાવધાન રહેવું જરૂરી છે. રોકાણકારોએ પોતાનું રોકાણ જાળવી રાખવું જોઈએ. ભારતની લૉંગ ટર્મ ગ્રોથ સ્ટોરીને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
રોકાણની દુનિયા બદલાઈ
કોટક એએમસીના એમડીએ કહ્યુ કે, છેલ્લા 20 વર્ષમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. પહેલા ફૉરેન ફંડ્સ ખરીદી કરતા હતા અને ઘરેલૂ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વેચવાલી કરતી હતી. હવે આવું નથી. ટકાવારીની રીતે જીડીપીમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારી વધી ગઈ છે. આ ખૂબ સારી વાત છે. માર્ચ 2020ના ક્રેશ દરમિયાન ઘરેલૂ રોકાણકારોએ આપણને પૈસા આપ્યા જેનાથી આપણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલીમાં ખરીદી કરી શક્યા.
SIP મારફતે થઈ રહેલા રોકાણ અંગે તેમણે કહ્યુ કે, ઓક્ટોબર 2021થી માર્ચ 2022 દરમિયાન રિટેલ રોકાણકારોએ ખૂબ પૈસા આપ્યા હતા. તેઓએ એસઆઈપીની સાથે સાથે લમ્પસમ રોકાણ પણ કર્યું. આ જ કારણ છે કે બેલેન્સ્ડ એડવાન્ટેઝ ફંડના પૈસા વધીને આશરે બે લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. બેલેન્સ્ડ એડવાન્ટેઝ ફંડમાં બજારમાં ઘટાડા વખતે ખરીદી કરવામાં આવે છે. બજાર જ્યારે ઉપર જાય છે ત્યારે તેમાં વેચવાલી કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટની તસવીર બતાવતા શાહે કહ્યુ કે, દર મહિને એસઆઈપી મારફતે આશરે 1,000 કરોડ રૂપિયા આવી રહ્યા છે. લમ્પસમ મારફતે આશરે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ થાય છે. આ રીતે દર મહિને 21,000 કરોડ રૂપિયા આવી રહ્યા છે. આથી આપણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલીનો સામનો કરવા સક્ષમ છીએ. આ પૈસા આઈપીઓમાં પણ જઈ રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર