Home /News /business /Niftyએ તોડ્યો 2 વર્ષની સૌથી લાંબી તેજીનો સીલસીલો, આ 4 કારણોએ આજે તૂટ્યું બજાર, આવતા સપ્તાહે શું?

Niftyએ તોડ્યો 2 વર્ષની સૌથી લાંબી તેજીનો સીલસીલો, આ 4 કારણોએ આજે તૂટ્યું બજાર, આવતા સપ્તાહે શું?

સતત 8 દિવસ સુધી વધ્યા બાદ આજે બજારમાં મોટો કડાકો આવ્યો છે તેની પાછળનું કારણ સમજો તો આવતા અઠવાડિયે સોદા કરવામાં કામ લાગશે.

Stock Market Update: આશરે બે મહિના સુધી સતત નબળા પરિણામ બાદ અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં આવેલી હાલની તેજીએ ફરી એકવાર શેરબજારમાં ઝટકો આપ્યો છે અને બજારના તેજીના ખેલાડીઓ પણ આ અણધાર્યા ઉતાર ચઢાવથી આશ્ચર્યમાં પડી ગયા છે.

  મુંબઈઃ ભારતીય શેરબજમાં શુક્રવારે 19 ઓગસ્ટના રોજ પ્રોફિટ બુકિંગ અને ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં નબળા વલણને કારણે ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ શેરબજારમાં સતત 8 દિવસથી ચાલી રહેલી તેજીની ચાલને બ્રેક લાગી છે. આ પાછલા બે વર્ષમાં પહેલીવાર હતું જ્યારે શેરબજાર સતત 8 દિવસ સુધી એકધારું તેજીમાં રહ્યું હોય. આજે બપોરે લગભગ 2.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (BSE) બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (sensex) લગભગ 0.92 ટકા અથવા તો 557.51 ટકા તૂટીને ફરી એકવાર 60000ની અંદર 59,740.49 અંક પર આવી ગયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી50 (NIFTY-50) ઇન્ડેક્સ 0.95 ટકા અથવા 170.75 અંક તૂટીને 17,785ના સ્તરે આવી ગયો છે.

  આ અંગે વિસ્તારથી જણાવતા જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું કે, 'બજારમાં પાછલા કેટલાક દિવસોમાં આવેલી તેજીથી નિફ્ટી જૂનના પોતાના નિચલા સ્તરથી 18 ટકા ઉપર ચઢી ગઈ છે. જોકે હવે અહીંથી આ મોમેન્ટમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલ કેટલાક પ્રોફિટબુકિંગ અને રુપિયાને ફિક્સ્ડ ઇનકમમાં ટ્રાન્સફર કરવાને એક ટૂંકાગાળની રણનીતિ તરીકે જોઈ શકાય છે.' ત્યારે આવો જાણીએ બજારમં ક્યા કારણે ઘટાડો આવ્યો છે અને આવતા સપ્તાહે શું કરવું.

  ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ હવે કોણ બનશે ભારતીય શેર બજારના ‘બિગ બુલ’?

  યુએસ ડોલર ઇન્ડેક્સમાં તેજી

  લગભગ બે મહિનાના ઘટાડા બાદ અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં આવેલી તેજીથી ભારતીય શેરબજારમાં તેજીના ખેલાડીઓ પરેશાન છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ લગભગ વધીને 107.6 પર પહોંચી ગયો છે. જે તેના પાછલા એક મહિનાના સૌથી ઉંચા સ્તરે છે. આ તેજી અમેરિકન ફેડરલ રિઝર્વ બેંકના સભ્ય દ્વારા વ્યાજ દરોમાં વધારાની ઝડપમાં આગામી સમયમાં ઘટાડો કરવામાં આવશે તેમ કહેવામાં આવતા બજારની આશાઓના વિપરિત આ નિવેદન પછી અમેરિકન ડોલર વધુ મજબૂત બન્યો છે. જેના કારણે ભારત જેવા ઉભરતા દેશોના શેરબજાર પર તેની નકારાત્મક અસર પડી છે, કારણે કે વિદેશી રોકાણકારો બજારમાંથી રુપિયા બહાર કાઢી રહ્યા છે.

  વ્યાજદરોમાં વધારો ધીમી ગતિએ થવાના સંકેત

  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ એ ભરોસો દેખાઈ રહ્યો છે કે તેમના તરફથી કરવામાં આવેલા વ્યાજ દરોના વધારાને પગલે મોંઘવારી એપ્રિલ મહિનાથી ઘટી છે. જોકે અમેરિકન ફેડરલ રિઝર્વે આવો કોઈ ભરોસો દેખાડ્યો નથી, જ્યારે જુલાઈ મહિનામાં અમેરિકન રિટેલ મોંઘવારી દર કેટલોક ઓછો થયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના બે શભ્યોનું કહેવું છે કે ગુરુવારે 18 ઓગસ્ટના આપેલા બે નિદવેનમાં કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં થનાર બેઠકમાં વ્યાજ દરોમાં 0.75 ટકાના વધારાનું સમર્થન કરશે.

  Hot Stocks: જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં ટૂંકાગાળામાં તગડી કમાણીની શક્યતા

  વિન્ડફોલ ટેક્સ

  કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ અને વિમાનમાં ઉપયોગમાં લેવામાં આવતા એવિએશન ટર્બાઈ ફ્યુલના એક્સપોર્ટ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. રોકાણકારો અને ઓઇલ કંપનીઓને આ નિર્ણયથી થોડું આશ્ચર્ય થયું છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં શુક્રવારે કારોબાર દરમિયાન 1.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં તે આજે સૌથી વધુ તૂટવાવાળા શેરમાં સામેલ થયો હતો.

  વેલ્યુએશન

  સેન્સેક્સ અને નિફ્ટીમાં જૂનના નીચલા સ્તરેથી લગભગ 18 ટકાની તેજી આવી ચૂકી છે. જૂન ત્રિમાસિકમાં કંપનીઓના શાનદાર પરિણામો આ તેજીને વધુ વધારવામાં મદદ કરી હતી. આ સાથે જ ભારતીય શેરબજાર એશિયાના સૌથી વધુ વેલ્યુએશનવાળું બજાર બની ગયું છે. વી. કે. વિજયકુમાર કહે છે હવે બજારનું ઊંચુ વેલ્યુએશન બજારમાં વધુ તેજીને યોગ્ય ઠેરવતું નથી.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Indian Stock Market, Nifty50, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन