Home /News /business /શેર બજારે રચ્યો ઇતિહાસ, નિફ્ટ પ્રથમ વખત 11,000ને પાર

શેર બજારે રચ્યો ઇતિહાસ, નિફ્ટ પ્રથમ વખત 11,000ને પાર

    વર્ષ 2018 અત્યાર સુધી શેર બજાર માટે ઘણું સારુ સાબિત થયું છે. વર્ષની શરૂવાતથી જ શેર બજારનો એકથી ઉપર એક રેકોર્ડ કરવાનો સિલસિલો ચાલુ જ છે. આજે પણ નિફ્ટી પહેલીવાર 11 હજારને પાર થઈ ગયું અને સેન્સેક્સ પણ 35994ના નવા સ્તર પર આવી પહોંચ્યું છે.

    આજે મંગળવારે નિફ્ટી 11 હજારનો આંકડો પહોંચી ગયો છે. શરૂવાતી કારોબારમાં નિફ્ટી 59 અંકોના વધારા સાથે 11,025.20ના સ્તર પર બજાર ચાલી રહ્યું છે. સેન્સેક્સ 196.33 અંકોના વધારા સાથે 36000ને પાર કારોબાર કરી રહ્યાં છે.

    શરૂવાતના કારોબારમાં સ્ટીલ, આઈટી અને તેલ કંપનીઓના શેરોમાં તેજી દેખાઈ રહી છે. સેન્સેક્સ પર પણ સ્ટીલ શેરોમાં પણ તેજી જોવા મળી છે. સોમવારે પણ રેકોર્ડ બ્રેક શરૂવાત કર્યા પછી શેર બજાર બંધ પણ રેકોર્ડ સ્તરે જ થયું હતું. આ સ્પતાહના પહેલા દિવસે જ નિફ્ટીએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલીવાર હતું કે નિફ્ટી 10950ને પાર પહોંચીને બંધ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन