Home /News /business /

Nifty Energy Index બ્રેકઆઉટની કગાર પર, શું તમારી પાસે એનર્જી સેક્ટરના આ શેર છે?

Nifty Energy Index બ્રેકઆઉટની કગાર પર, શું તમારી પાસે એનર્જી સેક્ટરના આ શેર છે?

ભારતીય શેર બજાર

Energy Stocks: માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ભારત સરકાર ગમે તે ઘડીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. આથી એનર્જી સેક્ટરની પસંદગીના શેર્સમાં ફરીથી રેલી જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈ. Share market today: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) શરૂ થયા બાદ નિફ્ટી એનર્જી ઇન્ડેક્સમાં આશરે 10 ટકાની તેજી આવી છે. માર્કેટ નિષ્ણાતોને લાગી રહ્યું છે કે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ (Nifty Energy Index)માં ક્લોઝિંગ બેઝિસ પર એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે. જેને ધ્યાનમાં રાખતા બજાર નિષ્ણાતોએ પોઝિશનલ ઇન્વેસ્ટર્સને સલાહ આપી છે કે તેમના પોર્ટફોલિયોમાં અમુક એનર્જી સ્ટૉક્સ ઉમેરે. આ સ્ટૉક્સમાં Tata Power, ONGC અને GAIL જેવા શેર્સ સામેલ છે.

    માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ભારત સરકાર ગમે તે ઘડીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. આથી એનર્જી સેક્ટરની પસંદગીના શેર્સમાં ફરીથી રેલી જોવા મળી શકે છે.

    સુમીત બગડીયાનો અભિપ્રાય

    ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાનું કહેવું છે કે રશિયા-યુક્રેન લડાઈ શરૂ થયા બાદથી એનર્જી ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. આજના ટ્રેડિંગ દરમિયાને એનર્જી ઇન્ડેક્સે 24,937નો નવો ઇન્ટ્રા ડે હાઈ બનાવ્યો હતો. આશા છે કે ક્લોઝિંગ બેઝિસ પર ઇન્ડેક્સ 25,000ની સપાટીને સ્પર્શ કર્યા બાદ તેમાં નવું બ્રેકઆઉટ જોવા મળી શકે છે.

    આ શેરના ભાવમાં આવી શકે છે તેજી

    એનર્જી ઇન્ડેક્સમાં આ બ્રેકઆઉટ પછી અમુક ક્વોલિટી એનર્જી શેર જેવા કે ટાટા મોટર્સ, ઓએનજીસી અને ગેલમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. સુમીત બગડિયાએ પોઝિશનલ રોકાણકારોને શોર્ટ ટર્મ માટે પોતાના પોર્ટફોલિયોમાં આ શેર ઉમેરવાની સલાહ આપી છે.

    આ પણ વાંચો: બે-ત્રણ અઠવાડિયામાં આ ત્રણ શેરમાં થઈ શકે છે મોટી કમાણી

    નિષ્ણાતોનો અભિપ્રાય

    અવિનાશ ગોરક્ષકરે (Profitmart Securities) કહ્યુ કે, ક્રૂડ ઓઇલની કિંમત તેજીમાં છે. માર્કેટનું અનુમાન છે કે પાંચ રાજ્યની ચૂંટણી પછી સરકાર ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારી શકે છે. આવી જાહેરાત બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં રેલી જોવા મળી શકે છે. આથી આ મોકાને હાથમાંથી ન જવા દેતાં શોર્ટ ટર્મ માટે પોર્ટફોલિયોમાં એનર્જી સ્ટૉક્સ ખરીદવા જોઈએ.

    આ જ રીતે SMC Global Securities ના મુદિત ગોયલે જણાવ્યુ કે, ગેલ ઇન્ડિયાનો ચાર્ટ ખૂબ સારો નજરે પડે છે. આ શેર શોર્ટ ટર્મ માટે 170 રૂપિયાના ટાર્ગેટ માટે 145 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદવો જોઈએ. આ શેર વર્તમાન કિંમત પર ખરીદી શકાય છે.

    આ પણ વાંચો: એલઆઈસીએ IPO પહેલા આપ્યા ગુડ ન્યૂઝ, ચોખ્ખા નફામાં બમ્પર વધારો

    સુમીત બગડિયાનું કહેવું છે કે ટાટા પાવર શેરને 270 રૂપિયાના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે પોર્ટફોલિયોમાં ઉમેરવો જોઈએ. આ માટે 210 રૂપિયાનો સ્ટૉપલૉસ જરૂર લગાવો.

    (ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Tata motors

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन