નવી દિલ્હીઃ આજે ફ્લેટ ઓપન થયા પછી બજાર સતત નીચેની તરફ ગતિ કરતું જોવા મળ્યુ છે. માત્ર બે દિવસની તેજી બાદ આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારે ગબડ્યા છે. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ, તો સેન્સેક્સ 236.66 અંક ઘટીને 60621.77 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 80.10 અંકોના ઘટાડા સાથે 18,027.70 પર બંધ થઈ છે.
જો કે નિફ્ટી તેના 18,000ના સ્તરની ખૂબ જ નજીર પહોંચી ગયો છે. પરંતુ બીજી તરફ સેન્સેક્સમાં પણ 236.66 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં પણ સેન્સેક્સ 61,000ના નીચેના સ્તરે છે. આજે સેન્સેક્સમાં 0.39 ટકા જ્યારે નિફ્ટીમાં 0.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે લગભગ 1533 શેરોમાં તેજી આવી છે જ્યારે, 1,865 શેરોમાં ઘટાડો નોંધાયો છે. 146 શેરોમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.
આજે HUL, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યૂ અને નેસ્લે ઈન્ડિયામાં ધટાડો જોવા મળ્યો છે. જ્યારે કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, પાવર ગ્રિડ કોર્પોરેશન, આઈટીસીમાં તેજી જોવા મળી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર