મુંબઈઃ આજે શેરબજાર ખૂલતાની સાથે જ નીચેની તરફ ગતિ કરતું જોવા મળ્યુ હતું. છેલ્લા 6 દિવસેથી માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ બજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આજની વાત કરીએ તો 28 ઓક્ટોબર પછી પહેલી વાર સેન્સેક્સ 60 હજારના સ્તરની નીચે જતો રહ્યો છે. સાથે-સાથે નિફ્ટીમાં પણ 320 અંકોનો ઘટાડો આવ્યો છે.
આજે સેન્સેક્સ 1000 અંકોથી પણ વધારો ઘટીને 59,845ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી પણ 320 અંકના ઘટાડાની સાથે 17,806 પર બંધ થઈ છે. લગભગ 468 શેરોમાં તેજી આવી છે, તો 3018 શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને 61 શેરોમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.
અડાણી પોર્ટ્સ, અડાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના શેરોમાં વધારો ઘટાડો નોંધાયો છે. જ્યારે કાલના બંધ ભાવ કરતા આજે સેન્સેક્સ 981 અંક ઘટ્યો છે. તો બીજી તરફ નિફ્ટી 464 અંકનો ઘટાડો નોંધાયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર