નિફ્ટી 10100ની નીચે બંધ, સેન્સેક્સ 253 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

 • Share this:
  આજે અઠવાડિયાના પહેલા દિવસે જ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 0.76 ટકા અને નિફ્ટી 0.99 ટકાના ઘટાડે બંધ રહ્યા હતા. નિફ્ટી 10100ની નીચે, જ્યારે સેન્સેક્સ 33000ની નીચે બંધ રહ્યા હતા. આજે નિફ્ટી નીચામાં 10075.3 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 32856.5 સુધી ઊતરી ગયો હતો.

  ઓટો, રિયલ્ટી, મેટલ, બેન્કિંગ, આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ-ગેસ શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1 ટકો સુધીને ઘટીને 24245ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.7 ટકા, આઇટી ઇન્ડેક્સમાં 2.2 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 2.7 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 2.6 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 1.7 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સમાં 3 ટકા, કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

  સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1.6 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

  આજે IOC, BPCL,એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલના શેરોના ભાવમાં 2.6-4.61 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એલએન્ટી, લ્યુપિન, ગેલ,એનટીપીસી, પાવરગ્રિડ, મારુતિ સુઝુકી, એચયુઇએલના શેરોના ભાવમાં 0.42-1.3 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

  સ્મોલકેપ શેરોમાં ટીવી ટૂડે, જેબીએફ ઈન્ડસ્ટ્રીઝ, એમએસઆર ઈન્ડિયા અને ઇન્ટલેક્ટ ડિઝાઈન અને કિર્લોસ્કર બ્રધર્સના શેરોના ભાવમાં 8.2-20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કેલ્ટન ટેક, ડીઆઈસી ઈન્ડિયા, શિલ્પા, એચઇજીના શેરોના ભાવમાં 4.68-7.43 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  મિડકેપ શેરોમાં આઇડીબીઆઈ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, ટાટા ગ્લોબલ બેવરેજીસ જેએસડબ્લ્યુ એનર્જી, સેઇલ, અદાણી પાવરના શેરોના ભાવમાં 4.6-8.55 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટાટા કોમ્યુનિકેસન્શ, જીઇ ટીએન્ડડી ઇન્ડિયા, વક્રાંગી, એનએલસી ઇન્ડિયા, નાલ્કોના શેરોના ભાવમાં 0.6-5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 252.88 પૉઇન્ટ અથવા 0.76 ટકાના ઘટાડાની સાથે 32923.12ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 100.90 પૉઇન્ટ અથવા 0.99 ટકાના ઘટાડા સાથે 10094.25ના સ્તરે બંધ રહ્યો હતો.
  Published by:Sanjay Joshi
  First published: