Home /News /business /ફરીથી બજારમાં દેખાઈ ગ્રીન લાઈન, સેન્સેક્સ 60,000ની ઉપર જ્યારે નિફ્ટીમાં 98.40 અંકોનો ઉછાળો

ફરીથી બજારમાં દેખાઈ ગ્રીન લાઈન, સેન્સેક્સ 60,000ની ઉપર જ્યારે નિફ્ટીમાં 98.40 અંકોનો ઉછાળો

માર્કેટ ઉપર ચઢ્યું

આજના શેરબજારમાં તેજીને કારણે સેન્સેક્સ ફરીથી 60 હજારના તેના સ્તરની પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી પર 18 હજારના સ્તરની ખૂબ જ નજીક આવી ગઈ છે. નિફ્ટી હજુ પણ 18,000ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

    નવી દિલ્હીઃ સતત ત્રણ દિવસ ઘટાડા પછી આજે ફરીથી માર્કેટમાં ચમક જોવા મળી છે, ભલે આજે બજાર ઘટાડા સાથે ખૂલ્યુ હોય પરંતુ ત્રણ દિવસથી ચાલતા ઉતાર-ચઢાવની વચ્ચે આજે ઉપર ચઢ્યુ છે. વૈશ્વિક માર્કેટમાંથી મળતા પોઝિટિવ સંકેતો છતાં ભારતીય શેરબજારની આજે ઘટાડા સાથે શરુઆત થઈ છે. આજે સવારે સેન્સેક્સ 125.14 અંક અને નિપ્ટી 34.10 અંક તૂટીને ખૂલી છે. જોકે ત્યારબાદ માર્કેટ થોડું રિકવર થયું હતું અને ગ્રીન ઝોનમાં આવ્યું હતું. ત્યારબાદ બજારમાં સતત ગ્રીન ઝોન જોવા મળ્યુ હતું, જો કે, બજારમાં છેક અંત સુધી આ ટ્રેન્ડ જાળવાઈ રહ્યો છે. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ, તો સેન્સેક્સ 303.15 અંક વધીને 60261.18 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 98.40 અંકોના ઉછાળા સાથે 17956 પર બંધ થઈ છે. આજે બજારમાં ગઈકાલની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.

    આજના શેરબજારમાં તેજીને કારણે સેન્સેક્સ ફરીથી 60 હજારના તેના સ્તરની પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી પર 18 હજારના સ્તરની ખૂબ જ નજીક આવી ગઈ છે. નિફ્ટી હજુ પણ 18,000ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે પણ સેન્સેક્સમાં 303.15 ટકા અને નિફ્ટીમાં 98.40 ટકાનો મોટો વધારો આવ્યો છે.

    ત્યારે આજના દિવસમાં નીચે આપેલા શેર્સ NIFTY50 ટોપ ગેઇનર્સ



    આ છે આજના ટોપ લૂઝર્સ શેર્સ NIFTY50




    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन