શૅર બજારમાં જોરદાર તેજીથી રોકાણકારોને થયો 6.97 લાખ કરોડનો ફાયદો

શૅર બજારમાં જોરદાર તેજીથી રોકાણકારોને થયો 6.97 લાખ કરોડનો ફાયદો
આ ત્રણ કારણે ભારતના શૅર બજારમાં આવી જોરદાર તેજી, રોકાણકારો ગેલમાં

આ ત્રણ કારણે ભારતના શૅર બજારમાં આવી જોરદાર તેજી, રોકાણકારો ગેલમાં

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકા બાદ એશિયન બજારો (Stock Market)માં આવેલી જોરદાર તેજીને કારણે સ્થાનિક શૅર બજાર (Indian Stock Market Surge) દિવસની નવી ઊંચાઈ પર પહોંચી ગયા. BSEનો 30 શૅરવાળો મુખ્ય ઇન્ડક્સ સેન્સેક્સ (Sensex) 2150 પોઇન્ટ વધીને 30 હજારની ખૂબ નજીક છે. બીજી તરફ, NSEના 30 શૅરોવાળો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી  (Nifty) 321 પોઇન્ટના જોરદાર ઉછાળા સાથે 8705ના સ્તરે પહોંચી ગોય છે. આજના કારોબારમાં ચારેતરફ તેજી જોવા મળી રહી છે. બેન્કિંગ, મેટલ, ઓટો, આઈટી શૅરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. રિયલ્ટી, એફએમસીજી અને ફાર્મા શૅરોમાં પણ સારી ખરીદી જોવા મળી.

  એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે, દુનિયાભરના બજારોમાં તેજી પરત ફરી છે. તેનો ફાયદો ભારતીય બજારોને મળ્યો છે. આ તેજીના કારણે રોકાણકારોને 6.97 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.  શૅર બજારમાં તેજી કેમ આવી?

  (1) અમેરિકાના શૅર બજારોમાં પણ ઉછાળો- કોરોનાના નવા કેસોની ઝડપ ઘટવાથી અમેરિકાના બજારોમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

  (2) કાચા તેલની કિંમતોમાં તેજીથી સહારો- ક્રૂડ પ્રોડક્શન કટ પર સહમતિ થવાના સંકેત મળી રહ્યા છે. તેની પર રશિયા અને સઉદી અરબની વચ્ચે કરાર શક્ય છે. એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલનું કહેવું છે કે કાચા તેલની કિંમતોમાં તેજીથી અનેક દેશોની અર્થવ્યવસ્થાને સહારો મળે છે. બીજી તરફ, કિંમતોમાં મોટા ઘટાડાથી વધુ યાયદો નહીં પરંતુ નુકસાન વધુ છે. કારણે કે ભારતમાં રિફાઇનિંગ કંપનીઓની સાથો-સાથ કાચા તેલનું પ્રોડક્શન કરનારી કંપની પણ છે.

  આ પણ વાંચો, Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

  (3) જાપાનમાં રાહત પેકેજની જાહેરાત- કોરોનાનો સામનો કરવા માટે જાપાનમાં મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જાપાને 75 લાખ કરોડ રૂપિયા (1 લાખ કરોડ ડૉલર)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. બીજી તરફ, કોરોનાની સારવાર શોધવાના પ્રયાસ ચાલુ છે. એક સિસર્ચથી જાણવા મળ્યું છે કે એન્ટી પેરાસિટિક દવાનો કોરોનાની સારવારમાં ઉપયોગ શક્ય છે. લૅબ પરીક્ષણમાં એન્ટી પેરાસિટિક દવા કોરોનાની સારવારમાં સફળ પુરવાર થઈ છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનો દાવો છે કે એન્ટી પેરાસિટિક દવા 48 કલાકમાં વાયરસ ખતમ કરી શકે છે.

  આ પણ વાંચો, WhatsAppએ બદલ્યો મેસેજ Forward કરવાનો નિયમ, હવે માત્ર એક જ ચેટથી શૅર કરી શકાશે
  First published:April 07, 2020, 15:04 pm

  ટૉપ ન્યૂઝ