Home /News /business /Hot Stocks: બજાર ફરી ઑલટાઈમ હાઈ તરફ જવાની તૈયારીમાં; 2-3 અઠવાડિયામાં આ સ્ટૉક્સ કરાવશે બે આંકડામાં કમાણી
Hot Stocks: બજાર ફરી ઑલટાઈમ હાઈ તરફ જવાની તૈયારીમાં; 2-3 અઠવાડિયામાં આ સ્ટૉક્સ કરાવશે બે આંકડામાં કમાણી
ભારતીય શેર બજાર
Hot stocks today: ટાટા પાવરમાં 255 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 315 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 15 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.
સંતોષ મીના, સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ: શેર બજાર (Indian Stock Market)માં સારી રેલી જોવા મળી રહી છે. જોકે, આજે (06 એપ્રિલ)ના રોજ માર્કેટ લાલ નીશાન પર છે. એક સારી રેલી પછી નિફ્ટીએ 18,150ની આસપાસ સ્થિત ડાઉનસ્લોપિંગ ટ્રેન્ડલાઇન રેજિસ્ટન્સ નજીક વિઘ્નનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આપણે થોડી નફા વસૂલી (Profit booking) પણ જોવા મળી શકે છે. એવામાં નિફ્ટી (Nifty-50) માટે 17,800નો પ્રથમ સપોર્ટ નજરે પડે છે. કોઈ પણ કરેક્શનમાં 17,600-17,500નું સ્તર મજબૂત ડિમાન્ડ ઝોન તરીકે કામ કરશે.
જો નિફ્ટી 18,150ના ઉપર ટકી રહેવામાં સફળ રહેશે તો તે પોતાના ઓલ ટાઇમ હાઈ તરફ જઈ શકે છે. ઉપરની બાજુએ 18,350નું સ્તર તેના માટે તાત્કલાલિક વિઘ્નનું કામ કરશે.
મિડ એન્ડ સ્મૉલ કેપમાં કમાણીનો મોકો
સેન્સેક્સ અને નિફ્ટીમાં આપણને ઠેરાવ અથવા પુલબેક જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જોકે, બોર્ડર માર્કેટમાં આઉટપફોર્મની સંભાવના છે. મિડ એન્ડ સ્મૉલ કેપમાં ટ્રેડરો માટે કમાણીનો સારો મોકો મળશે.
બજારનું અકંદરે સ્ટ્રક્ચર ખૂબ મજબૂત બની રહ્યું છે. મોટાભાગની શોર્ટ પોઝિશન સિસ્ટમથી બહાર છે અને ઇન્ડેક્સ ફ્યૂચર્સમાં FIIsનો લૉંગ એક્સપોઝર 75ની ઉપર જોવા મળે છે. આથી આપણને અમુક નફા વસૂલી જોવા મળી શકે છે. આથી કોઈ ઘટાડો ખરીદી માટે સારો મોકો હશે. કારણ કે બજાર ફરીથી એકવાર ઓલટાઈમ હાઈ તરફ જઈ રહ્યું છે.
બેંક નિફ્ટી માટે 38,750-39,000ના ઝોનમાં વિઘ્ન જોવા મળી રહ્યું છે. 37,500 પર તેના માટે તાત્કાલિક સપોર્ટ નજરે પડે છે. 37,000-36,700 તેના માટે મજબૂત ડિમાન્ડ ઝોન નજરે પડી રહ્યો છે. જો બેંક નિફ્ટી ઉપરની બાજુએ 39,000નું સ્તર પાર કરે છે તો આપણને ફરીથી 40,700 તરફ જતો જોવા મળી શકે છે. જોકે, તેના માટે 39,500ના સ્તર પર તાત્કાલિક વિઘ્ન નજરે પડે છે.
બીજી તરફ આજે ત્રણ શોર્ટ ટર્મ પિક્સ આપી રહ્યા છીએ. આ એવા શેર છે જેમાં આગામી 2-3 અઠવાડિયામાં બે આંકડામાં કમાણી થઈ શકે છે.