નવી દિલ્હીઃ શેરબજારમાં ગત સપ્તાહ ઘણી કંપનીઓ એક્સ-બોનસના રૂપમાં ટ્રેડ કરી રહી છે. આ સપ્તાહમાં પણ રોકાણકારોની પાસે બોનસ શેર આપતી કંપની પર દાવ લગાવવાની તક છે. શેર માર્કેટમાં આ સપ્તાહમાં બોમ્બો મેટ્રિક્સ એક્સ બોનસના રૂપમાં ટ્રેડ કરશે. કંપનીએ 9 નવેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આવો કંપની વિશે વિગતમાં જાણીએ.
કાલે છે એક્સ-બોનસ ડેટ
એનએસઈ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, બોમ્બે મેટ્રિક્સે બોર્ડ 3:1ના ગુણાત્તરમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી છે. એટલે કે રેકોર્ડ ડેટ સુધી જે રોકાણકારોની પાસે કંપનીના શેર હશે, તેમને 3 બોનસ શેર મળશે. બોમ્બે મેટ્રિક્સએ બોનસ શેર માટે 9 નવેમ્બર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કારણ કે કંપની T+1 સેટલમેન્ટ કેટેગરીમાં આવે છે. એટલા માટે કંપનીની એક્સ-બોનસ ડોટ પણ 9 નવેમ્બર 2023 છે.
શુક્રવારે કંપનીના શેરોમાં 5 ટકાનું અપર સર્કિટ લાગ્યુ હતું. ત્યાર પછી કંપનીના શેરોનો ભાવ 1,732.50 રૂપિયાના સ્તરની નજીક પહોંચીને બંધ થયા છે. કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 2,325 રૂપિયા અને 52 સપ્તાહનું સૌથી નીચું સ્તર 131 રૂપિયા છે. જ્યારે બોમ્બે મેટ્રિક્સની માર્કેટ કેપ 26,667.3 લાખ રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર