Home /News /business /હવે ઓનલાઈન મજા માણવા માટે પણ લાગી શકે છે ટેક્સ, GST મીટિંગમાં લેવાશે મોટા નિર્ણયો

હવે ઓનલાઈન મજા માણવા માટે પણ લાગી શકે છે ટેક્સ, GST મીટિંગમાં લેવાશે મોટા નિર્ણયો

ઓનલાઈન ગેમની મજા પણ પડશે મોંઘી

GST Council Meeting: GST કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બરમાં થઈ શકે છે. 1-2 સપ્તાહમાં ઓનલાઈન ગેમિંગ પર રિપોર્ટ આપવામાં આવી શકે છે. સૂત્રોનું મુજબ તો GST પેનલને રિપોર્ટ સોપવામાં આવી શકે છે. આગામી બેઠકમાં રિપોર્ટ પર વિચાર થવાની આશા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ GST કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બરમાં થઈ શકે છે. 1-2 સપ્તાહમાં ઓનલાઈન ગેમિંગ પર રિપોર્ટ આપવામાં આવી શકે છે. સૂત્રોનું મુજબ તો GST પેનલને રિપોર્ટ સોપવામાં આવી શકે છે. આગામી બેઠકમાં રિપોર્ટ પર વિચાર થવાની આશા છે.

    છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય


    ઓનલાઈન ગેમ્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લગાવવાનો આ મુદ્દો છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય બનેલો છે. ઘણા રાજ્યોએ આવા ઓનલાઈન ગેમ્સ પર ઓછા દરે ટેક્સ લગાવવાની માંગ કરી છે, જેમાં આવડતની જરૂર નથી. તેમનો દાવો છે કે, Games of skill ને નસીબ આધારિત રમતો સાથે સરખાવી ન શકાય.

    આ પણ વાંચોઃ દેશમાં રોકેટની ઝડપે વધી રહ્યો છે મેકઅપ ઈન્ડસ્ટ્રી અને મહેંદીનો કારોબાર, જાણો કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ?

    રમતોની સ્પષ્ટ પરિભાષાનો અભાવ


    આ રમતોની સ્પષ્ટ પરિભાષાના અભાવમાં ઘણી વાર ઓનલાઈન ગેમ પોર્ટલોને ટેક્સની નોટિસ મોકલવામાં આવે છે અને પછી કાનૂની વિવાદ શરૂ થઈ જાય છે.

    આ પણ વાંચોઃ નંબર સેવ નહિ હોય તો પણ દેખાશે કોલરનું નામ, અજાણ્યા કોલ્સની ઓળખ માટે સરકાર તરફથી મળશે આ સેવા

    જીએસટી કાઉન્સિલયની હાલમાં જ બેંગલોરમાં થયેલી લેજિસ્લેટિવ સમિતિની બેઠકમાં ‘Games of Chance’ અને ‘Games of Skill’ની પરિભાષાથી સંબંધિત મુદ્દાઓ પર ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. લો કમિટિમાં બધા જ રાજ્યોના સામેલ નહિ થવા પર પરિભાષા સંબંધિત ડ્રાફ્ટ રિપોર્ટને બધા જ રાજ્યો સાથે શેર કરવામાં આવશે અને તેના પર તેમની સલાહ મેળવવામાં આવશે.


    ડિસેમ્બરના અંતમાં થશે બેઠક


    GST Council ઓનલાઈન ગેમિંગ, કસીને અને ઘોડાની દોડ જેવી રમતો પર ટેક્સેશન વિશે મંત્રી જૂથના અહેવાલ પર ડિસેમ્બરના અંતમાં થનારી બેઠકમાં વિચારણા કરવામાં આવશે. મંત્રી સમૂહે જૂનમાં રજૂઆત કરી હતી કે, ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર 28 ટકાના દરે ટેક્સ લગાવવો જોઈએ. જો કે ઉદ્યોગની માંગ છે કે, ગેમ્સ ઓફ સ્કિલ પર ઓછા દરે ટેક્સ લગાવવામાં આવે, કારણ કે વધારે ટેક્સ રેટ હોવા પર એવોર્ડની રકમ ઘટાડવી પડશે. હાવ ગેમ ઓફ ચાન્સ પર 28 ટકાના દરે GST લગાવવામાં આવે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Gst council meeting, Tax

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन