આ છે Royal Enfieldની નવી Thunderbird X, જાણો શું છે તેમાં નવું અને કેટલી છે કિંમત

News18 Gujarati
Updated: December 18, 2019, 2:25 PM IST
આ છે Royal Enfieldની નવી Thunderbird X, જાણો શું છે તેમાં નવું અને કેટલી છે કિંમત
રૉયલ એનફીલ્ડની નવી બાઇક

બ્લેક અલૉય વ્હીલ્સ અને ડાર્ક પેઇન્ટ થીમને જોતાં એવું કહી શકાય કે આ Thunderbird Xનું નવી વેરિયન્ટ હોઈ શકે છે

  • Share this:
નવી દિલ્હી : રૉયલ એનફીલ્ડ (Royal Enfield)ના ચાહકો માટે એક સારા સમાચાર છે. કંપનીની અપકમિંગ બાઇક નેક્સ્ટ જનરેશન થંડરબર્ડ એક્સ (Thunderbird X)ની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં આ બાઇક પોતાના પ્રોડક્શન ફોર્મમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ બાઇકના ટેસ્ટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

નવી સ્ટાઇલિંગ

પ્રોડક્શન ફોર્મમાં નજરે પડતી આ બાઇકમાં પહેલાની તુલનામાં ઘણું બધું બદલાયેલું જોવા મળી રહ્યું છે. થંડરબર્ડમાં જ્યાં હજુ સુધી ટ્વિન-પૉડ ઇન્સ્ટ્રુમન્ટ કલસ્ટર મળતું રહ્યું છે, બીજી તરફ તેના નવા મૉડલમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમન્ટ્ કલસ્ટર મળી શકે છે. જોકે, બાઇકનો ઓવરલેક પહેલાવાળા મૉડલ જેવું જ લાગી રહ્યું છે પરંતુ તેની સ્ટાઇલિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બ્લેક અલૉય વ્હીલ્સ અને ડાક પેઇન્ટ થીમને જોતાં એવું કહી શકાય કે આ Thunderbird Xનું નવું વેરિયન્ટસ હોઈ શકે છે.એન્જિમમાં હશે મોટો ફેરફાર

2020 રૉયલ એનફીલ્ડ બીએસ-6 કમ્પલાઇન્ટની સાથે આવશે અને નવા પ્લેટફોર્મ પર આધારિત હશે. તેમાં નવું અન્જિન અને રિવાઇઝ્ડ સાઇકલ પાર્ટ્સ પણ મળશે. બાઇકમાં Interceptor 650 જેવી ડિઝાઇનવાળા ક્રેંકકેસ કવર જોવા મળી રહી છે, જેનો અર્થ એ છે કે બાઇકનું એન્જિન એકદમ નવી ડિઝાઇનનું હશે અને તેની કેપિસિટી પણ 350cc અને 500ccથી અલગ હશે.

લૉન્ચ થશે

રૉયલ એનફીલ્ડની આ ન્યૂ રેન્જ બાઇક 2020ની શરૂઆતમાં લૉન્ચ થઈ શકે છે. તેની કિંમતની વાત કરીએ તો તે હાલના મૉડલથી લગભગ 10 હજાર રૂપિયા મોંઘી હશે. Royal Enfieldના આ BS-6 બાઇકની એક્સ-શો રૂમ કિંમત 1.70 લાખ રૂપિયાથી 1.75 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

(ઈમેજ સોર્સ : બાઇકવાલે)

આ પણ વાંચો,


દેશમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ : જાણો કઈ કારે નવેમ્બરમાં ધૂમ મચાવી
PPF ખાતામાં કર્યુ છે રોકાણ તો જાણો આ નવો નિયમ, સરકારે કર્યો ફેરફાર
Published by: Mrunal Bhojak
First published: December 18, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading