Royal Enfieldના ચાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ ઉઠાવ્યું આ Bold પગલું

News18 Gujarati
Updated: December 8, 2019, 9:03 AM IST
Royal Enfieldના ચાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ ઉઠાવ્યું આ Bold પગલું
રૉયલ એનફીલ્ડની નવી બાઇક્સને લૉન્ચ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે

રૉયલ એનફીલ્ડની નવી બાઇક્સને લૉન્ચ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે

  • Share this:
રૉયલ એનફીલ્ડના ફેન્સ માટે એક જરૂરી સમાચાર સામે આવ્યા છે. રૉયલ એનફીલ્ડના નવા અપડેટેડ બાઇક્સની રાહ જોઈ રહેલા લોકોને વધુ સમય રાહ જોવી પડશે. મળત‍ી માહિતી મુજબ, રૉયલ એનફીલ્ડની નવી બાઇક્સને લૉન્ચ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે. ઑટોકાર ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, રૉયલ એનફીલ્ડની ન્યૂ-જનરેશન મૉડલ્સ બીએસ-6 નૉર્મ્સનો પ્રભાવ (એપ્રિલ 2020)માં આવ્યા બાદ જ લૉન્ચ થશે. જેનો અર્થ એ છે કે કંપની પોતાની નવી અપડેટેડ બાઇક્સને ભારતમાં મે કે પછી જૂન 2020માં લૉન્ચ કરશે.

500cc બાઇક્સ બંધ થશે

રૉયલ એનફીલ્ડે આ વર્ષે ઇટલીના મિલાનમાં થયેલા EICMA motorcycle શોમાં પણ કોઈ નવા મૉડલને ડિસ્પ્લે નહોતું કર્યું, પરંતુ પોતાની હાલની અને મૉડિફાઇ બાઇક્સને જ શૉકેસ કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો કંપંનતી પોતાની હાલની 350cc રૅન્જની બાઇક્સને નવા ઇમિશન નૉર્મ્સની સાથે અપડેટ કરશે અને 500cc વાળી બાઇક્સનું પ્રોડક્શન બંધ કરી દેશે. સૂત્રો મુજબ, અત્યારથી ડૉમેસ્ટિક માર્કેટમાં 500cc બાઇક્સ આવવાની બંધ થઈ ગઈ છે.

લાઇવમિંટના રિપોર્ટ મુજબ, રૉયલ એનફીલ્ડ Classic 500cc, Bullet 500cc અને Thunderbird 500cc બાઇકોને આવતા વર્ષે એટલે કે 2020ની શરૂઆતમાં બંધ કરી શકે છે. રિપોર્ટ મુજબ, કંપની દ્વારા આવું કરવાનું મોટું કારણ બીએસ-6 ઈમિશન નૉર્મ્સ છે. બીએસ-6 કમ્પલાઇંટવાળા અન્જિન બનાવવાનો ખર્ચ વધુ છે. એવામાં બાઇકોને ભાવ પણ વધી જશે. કંપનીને લાગે છે કે તેનાથી 500cc સેગમેન્ટવાળી બાઇકોનના ગ્રાહકોમાં ઘટાડો આવશે.

કેટલો છે પાવર

રૉયલ એનફીલ્ડની હાલના બીએસ-4 350cc રેન્જવાળી બાઇક્સમાં 346 cc single-cylinder, twin-spark, air-cooled એન્જિન મળે છે, જે 20.07bhpના પાવર અને 28Nmના ટૉક જનરેટ કરે છે. માઇલેજના મામલામાં આ બાઇક્સ થોડી પાછળ ચોક્કસ જોવા મળે છે, પરંતુ હવે આ બાઇક્સ બીએસ-6 કમ્પલાઇન્ટની સાથે આવશે તો તેની માઇલેજ પણ પહેલાની તુલનામાં સારી હશે.આ પણ વાંચો, આજે જે ટાંકી ફૂલ કરાવો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે!
First published: December 8, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading