રોકાણકારો સાવધાન! જાપાનમાં સતત છ દિવસ બંધ રહેશે શેરબજાર

News18 Gujarati
Updated: April 17, 2019, 7:19 AM IST
રોકાણકારો સાવધાન! જાપાનમાં સતત છ દિવસ બંધ રહેશે શેરબજાર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 17, 2019, 7:19 AM IST
એક તરફ ચૂંટણીને કારણે ભારતીય બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, તો બીજી બાજુ રોકાણકારો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. દુનિયાના સૌથી ઝડપી વિકાસ ધરાવતા જાપાનમાં છ દિવસ શેરબજાર બંધ રહેશે. આ સમાચાર સામે આવતા જ દુનિયાના શેર માર્કેટમાં ભયનો માહાલો સર્જાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે જાપાનમાં 27 એપ્રિલથી 6 મે સુધી 10 દિવસની રજાઓ રહેશે. જે દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત શેર માર્કેટ પણ બંધ રહેશે. જેના લીધે ટ્રેડર્સથી માંડી રેગ્યુલેટર સુધી તમામ ચિંતિંત બન્યા છે. જેનું મુખ્ય કારણ છે કે, જે દિવસો જાપાનમાં રજાઓ રહેશે ત્યારે વિશ્વમાં અનેક મોટી આર્થિક ઘટનાઓ ઘટશે. જેમ કે, 1 મેના અમેરિકી ફેડના વ્યાજદરો. જાપાનમાં માર્કેટ બંધ રહેવાથી શેરની લે-વેચ થઈ શકશે નહીં. જેથી ટ્રેડર્સ અસમંજસમાં મુકાયા છે. નવા વર્ષના અવસર પર ચાર દિવસોની રજાથી નિક્કેઈ ઈન્ડેક્સ 5 ટકા સુધી ઘટ્યુ હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ અંબાતી રાયડુએ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી ન થતાં ટ્વિટ કરી માર્યું મહેણું

કરન્સી માર્કેટમાં પણ આ ભય સતાવી રહ્યો છે. વિશ્વભરમાં રોજિંદા તેમાં 100 લાખ કરોડથી વધુ સોદાઓ થાય છે. તારીખની તુલનાએ ટોક્યો માર્કેટ સૌથી પહેલાં ખુલે છે. અને ન્યુયોર્ક સૌથી અંતમાં બંધ થાય છે. નવા વર્ષના અવસર પર ટોક્યોના માર્કેટ બંધ હતા .તેથી 3 જાન્યુઆરીના શરૂ થતાં જ માર્કેટમાં અફરાતફરી સર્જાઈ હતી.

ઓસ્ટ્રેલિયન ડોલર અને તુર્કી લીરા વેચવાનો ઓર્ડર મોટાપાયે જમા થયો હતો. જાપાની યેન એક દાયકામાં જેટલો મજબૂત હતો. તેની તુલનાએ સાત મિનિટમાં ઘટી ગયો હતો. આ સપ્તાહે ભારતીય સ્ટોક એક્સચેન્જ માત્ર 3 દિવસ ચાલુ રહેશે. બુધવારના મહાવીર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે. સોમવારે જથ્થાબંધ ફુગાવોના આંકડા જારી થયા છે.18 એપ્રિલના લોકસભા ચૂંટણીનું બીજા ચરણનું મતદાન યોજાશે. પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. મોટી કંપનીઓના બજાર પરિણામો માર્કેટને પ્રભાવિત કરશે.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...