News18 ભારતીય ભાષાઓમાં બન્યું નંબર 1, ટાઈમ્સ ગ્રૂપને પાડ્યું પાછળ

ફાઈલ તસવીર

News18: કોમસ્કોરના ડેટા પ્રમાણે News18ની એક ડઝન ભારતીય ભાષાઓની સાઈટોએ જૂન 2021માં 941 મિલિયન પેજ વ્યૂઝ મેળવ્યા હતા. જેની તુલનામાં ટાઈમ્સ ગ્રૂપની વર્નાક્યૂલર સાઈટ્સે 924 મિલિયન પેજ વ્યૂઝ મેળવ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ  News18 હવે ભારતીય ભાષાઓમાં મોબાઈલ દર્શકો માટે દેશમાં સૌથી આકર્ષક ડિઝિટલ સમાચાર બ્રાન્ડ બની ગયું છે. News18એ ટાઈમ્સ ગ્રૂપને પાછળ પાડી દીધું છે. એક પ્રમુખ મીડિયા મેજરમેન્ટ અને એનાલિટિક્સ કંપની કોમસ્કોરના ડેટા પ્રમાણે News18ની એક ડઝન ભારતીય ભાષાઓની સાઈટોએ જૂન 2021માં 941 મિલિયન પેજ વ્યૂઝ મેળવ્યા હતા. જેની તુલનામાં ટાઈમ્સ ગ્રૂપની વર્નાક્યૂલર સાઈટ્સે 924 મિલિયન પેજ વ્યૂઝ મેળવ્યા હતા. વાંચકો સાથે જોડાવવાના માપદંડની વાત આવે ત્યારે પેજ વ્યૂઝ સૌથી મહત્વપૂર્ણ મેટ્રીક હોય છે.

  News18ના પેજ-વ્યૂઝ લાઇવ હિન્દુસ્તાન કરતા લગભગ બમણાં છે, જે 486 મિલિયન પૃષ્ઠ દૃશ્યો સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ચોથા ક્રમે આજ તકના 478 મિલિયન પેજ વ્યૂઝ છે. સ્થાનિક વિકાસથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર સુધી, News18 Networkની વેબસાઇટ્સ પોતાના વાંચકોને બધા કવરેજ આપે છે.

  News18એ વાર્તાઓને સુસંગત અને રસપ્રદ બનાવીને સૌથી વધુ વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકેની પ્રતિષ્ઠા બનાવી છે. સાથે સાથે વિશ્વમાં ક્યાંય પણ ઘટતી ઘટનાઓમાં બીજાની તુલનાએ ઝડપથી પ્રતિક્રિયા આપી છે.

  News18 અંગ્રેજી સિવાય હિન્દી, તેલુગુ, મરાઠી, તમિલ, બાંગ્લા, મલયાલમ, કન્નડ, ગુજરાતી, આસામી, પંજાબી, ઓડિયા અને ઉર્દૂમાં ઉપલબ્ધ છે.News18 તેના સતત સમર્થન અને અવિશ્વસનીય વિશ્વાસ માટે તેના વાચકોને આભાર માનવા માંગે છે.
  Published by:ankit patel
  First published: