Home /News /business /2021 Tata Tiago NRG Facelift ભારતમાં થઈ લૉન્ચ, જાણો ખાસ તેના ખાસ ફીચર્સ અને કિંમત

2021 Tata Tiago NRG Facelift ભારતમાં થઈ લૉન્ચ, જાણો ખાસ તેના ખાસ ફીચર્સ અને કિંમત

Tata Tiago NRG Faceliftને કંપની અનેક કલર વિકલ્પોમાં રજૂ કરી, કિંમત 6.57 લાખથી શરૂ

Tata Tiago NRG Faceliftને કંપની અનેક કલર વિકલ્પોમાં રજૂ કરી, કિંમત 6.57 લાખથી શરૂ

2021 Tata Tiago NRG facelift Launch Update: ટાટા મોટર્સ (Tata Motors) આજે ભારતમાં પોતાની ટિયાગો હેચબેકનું NRG (2021 Tata Tiago NRG) વર્ઝન લૉન્ચ કરી દીધી છે. NRG Tiagoનો સ્પોર્ટિયર મોડલ છે અને તેને BS4 મોડલ પર રજૂ કરવામાં આવ્યું છે. આ કારને પહેલીવાર 2018માં ભારતમાં લૉન્ચ કરવામાં આવી અને જાન્યુઆરીમાં બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ, થત સપ્તાહે કંપનીએ એક પ્રેસ રિલીઝ દરમિયાન NRGની લૉન્ચ તરફ ઈશારો કર્યો હતો. આવો જાણીએ આ મોડલમાં શું ખાસ ફીચર્સ અને ડિઝાઇન જોવા મળી શકે છે.

ઇન્ટરનેટ પર આ કારની લૉન્ચ પહેલા કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં ડીલરશિપ પર ટિયાગો કારને રેડ કલર સ્કીમમાં દર્શાવવામાં આવી છે. 2021 ટાટા ટિયાગો એનઆરજી ઇન રેડ હેચબેકને એક કાળા રંગની છતની સાથે એક ડ્યૂઅલ ટોન, સ્પોર્ટી સ્ટાન્સ મળે છે. તેની સાઇડ્સ અને વ્હીલ આર્ચ પર બ્લેક ક્લેડિંગ, બ્લેક કલર સ્કીમન ડોર હેન્ડલ, ઓટો ફોલ્ડ ફંક્શનની સાથે ઇલેક્ટ્રીકલી એડજેસ્ટેબલ ઓઆરવીએ, ફરીથી ડિઝાઇન કરવામાં આવેલા બમ્પર, 5-સ્પોક ડિઝાઇનમાં નવી 14 ઇંચ ડ્યૂઅલ ટોન અલોય વ્હીલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના ભાવ

પહેલાની તુલનામાં સાઇઝમાં મોટી હશે

ટાટા એનઆરજી વર્ઝનને કંપની અનેક કલર વિકલ્પોમાં રજૂ કરશે. કારણ કે તેનો એક મેટાલિક ગ્રીન શેડ કલર વિકલ્પ પણ ટીઝ કરવામાં આવ્યો છે. રેગ્યૂલર ટિયાગોની તુલનામાં ડાયમેન્શનમાં પણ સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. એનઆરજી હવે લંબાઈમાં 3793 મિમી, પહોળાઈમાં 1665 મિમી અને 1587 મિમી લાંબી છે. બીજી તરફ, તેનો વ્હીલબેઝ 2400 મિમી છે. જોકે, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 10 મિમી વધીને 180 મિમી સુધી વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Earn Money: 10 હજાર રૂપિયામાં બિઝનેસની શરૂઆત કરો, દર મહિને થશે 30 હજાર રૂપિયાની કમાણી

એન્જિન, પાવર અને કિંમત

2021 Tiago NRG પર એન્જિન સ્પેક્સ એવા જ હશે જે સ્ટાન્ડર્ડ ટિયાગો પર જોવા મળ્યા હતા. તેમાં એક રવોટ્રોન 1.2 લીટર, 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન સામેલ હશે જે 6000 આરપીએમ પર 86 એચપીનો પાવર આપે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને 5 સ્પીડ એએમટીની સાથે આવે છે. બીજી તરફ, NRG પર ટોર્ક લગભગ 113 Nmનો છે. ફેસલિફ્ટેડ 2021 Tiago NRGમાં મળનારા અપડેટ્સને ધ્યાનમાં રાખીને તેની કિંમત સ્ટાન્ડર્ડ મોડલથી લગભગ 30000થી 50000 રૂપિયા વધારે હોઈ શકે છે.

2021 Tata Tiago NRG faceliftની કિંમત

2021 Tata Tiago NRG faceliftની પ્રારંભિક કિંમત 6.57 લાખ રૂપિયા છે. ઓટોમેટિક વેરિયન્ટની કિંમત 7.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત એક્સ-શોરૂમ કિંમત છે.
First published:

Tags: 2021 Tata Tiago NRG facelift features, 2021 Tata Tiago NRG facelift launch, 2021 Tata Tiago NRG facelift price, 2021 Tata Tiago NRG price, Auto news, Tata motors