કાલથી બેન્કિંગ સહીત આ 7 નિયમોમાં થશે મોટો બદલાવ, આજે જ પતાવી લો આ જરૂરી કામ

પ્રતિકાત્મક તસવીક

કાલથી એટલે કે 1 જુલાઈથી (1 July 2021) ઘણા નિયમોમાં (Rules) બદલાવ થવા જઈ રહ્યો છે. જેની અસર સામાન્ય નાગરિકો પર પડશે. જેમાં બેન્કિંગ (Banking), ઈન્ક્મ ટેક્સ (Income Tax), ગેસ સિલિન્ડર (LPG Cylinder) પ્રાઇસ સહીત (Price) ઘણી રોજિંદી ચીજોમાં બદલાવ થવા જઈ રહ્યો છે.

 • Share this:
  કાલથી એટલે કે 1 જુલાઈથી (1 July 2021) ઘણા નિયમોમાં (Rules) બદલાવ થવા જઈ રહ્યો છે. જેની અસર સામાન્ય નાગરિકો પર પડશે. જેમાં બેન્કિંગ (Banking), ઈન્ક્મ ટેક્સ (Income Tax), ગેસ સિલિન્ડર (LPG Cylinder) પ્રાઇસ સહીત (Price) ઘણી રોજિંદી ચીજોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. સાથે જ આજે સેવિંગ્સ સ્કીમ (Saving Schemes) પર વ્યાજ દરો અંગે આજે બેઠક યોજાશે, ત્યારે સરકાર આજની બેઠકમાં તેમાં કપાતનો નિર્ણય લઇ શકે છે. ત્યારે આ બદલાવ અંગે તમારે જાણકારી મેળવવી જોઈએ.

  1. SBI ગ્રાહકોને કેશ કાઢવી થશે મોંઘી

  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં (SBI) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આવતી કાલથી કેશ ઉપાડવી મોંઘી થશે. એટલે કે તેમને અગાઉ કરતા વધુ ચાર્જ આપવો પડી શકે છે. SBI એટીએમથી પૈસા ઉપાડવા અંગે, બ્રાન્ચથી પૈસા ઉપાડવા અંગે અને ચેકબુકને લગતા નિયમો અંગે બદલાવ કરશે. જો તમે મહિનામાં 4 વખતથી વધુ સમય પૈસા ઉપાડો છો, તો તમારે આ ચાર્જ આપવો પડી શકે છે. બેન્ક ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્જેક્શન પર 15 રૂપિયા પ્લસ GST ચાર્જ કરશે.

  આ પણ વાંચો : Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

  2. બેન્ક ઓફ બરોડા ખાતાધારકો માટે જરૂરી સૂચના

  બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના (BOB-Dena-Vijya Merger) મર્જર પછી ગ્રાહકો હજી પણ જુનો આઈએફએસસી કોડનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આવતીકાલથી તમારો જૂનો કોડ કામ નહીં કરે. બેંક ઓફ બરોડા દ્વારા એક નવો કોડ બહાર પાડવામાં આવ્યો છે. તેથી તમે આજે જ તમારો નવો કોડ ચેક કરી લો.

  3. 30 જૂન સુધી જ કામ કરશે IFSC કોડ

  કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકનું મર્જર (Canara-Syndicate Merger) થયું છે, ત્યારે કેનરા બેંક 1 જુલાઈ, 2021થી સિન્ડિકેટ બેંકના ખાતાધારકોનો IFSC કોડ બદલવા જઈ રહી છે. એટલે કે તમે માત્ર આજે જ જૂના કોડનો ઉપયોગ કરી શકો છો. તમારો કોડ આવતીકાલથી કામ કરશે નહીં. 1 જુલાઈથી જૂના IFSC કોડ્સ બંધ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં ગ્રાહકોને 1 જુલાઇથી નવો IFSC કોડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે.

  4. સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદરોમાં બદલાવ

  કેન્દ્ર સરકાર 30 જૂને નાની બચત યોજનાના (Savings Schemes) વ્યાજ દરો પર કાપ મૂકી શકે છે. સરકાર દ્વારા દર ત્રિમાસિક ગાળામાં તેને બદલવામાં આવે છે. છેલ્લા ક્વાર્ટરમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેમાં ઘટાડો કરી શકે છે.

  આ પણ વાંચો : ખુશખબરી : કેન્દ્ર સરકાર ઘરબેઠા 2 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે, 30 જુન પહેલાં કરવું પડશે આ કામ

  જો તમે હજી સુધી Income Tax રિટર્ન નથી ભર્યું, તો જલ્દી જ ભરી દો. Income Taxના નિયમ મુજબ, જો તમે 30 જૂન સુધી રિટર્ન નથી ભર્યું, તો 1 જુલાઈથી તમારે ડબલ TDS ચૂકવવું પડશે. જેથી ITR ફાઈલ કરવા માટે ફરીથી તક આપવામાં આવી છે. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ આ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

  7. ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ

  ઉલ્લેખનીય છે કે, દર મહિને 1 તારીખે સરકારી ઓઇલ કંપનીઓ (Oil company) ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. જેને લઈને 1 જુલાઈએ ગેસ સિલિન્ડરોની કિંમતમાં બદલાવ સંભવ છે. સતત ગેસ કિંમતોમાં થઇ રહેલા વધારાને કારણે સંભવ છે કે આ મહિને પણ ગેસ કિંમતોમાં વધારો થઇ શકે છે.
  First published: