નવી દિલ્હીઃ IPO દ્વારા કમાણી કરવા માંગો છો તો, તમારી માટે એક નવી તક આવી રહી છે. વાસ્તવમાં, ન્યૂબર્ગ ડાયગ્લોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડે આઈપીઓ લાવવાની યોજના બનાવી છે. તેના દ્વારા કંપની 1500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.
કંપની 1500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.
જાણકારી અનુસાર, આઈપીઓ માટે કોટક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ રોકાણ બેંકર નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યૂબર્ગ ડાયગ્નોસ્ટિક્સ 150થી વધારે લેબ અને 2000થી વધારે સેમ્પલ સેન્ટર્સની સાથે ભારતની મુખ્ય પેથોલોજી લેબ ચેઈનમાંની એક છે. તે દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને યૂનાઈટેડ અરબ અમીરાતમાં પણ આવેલી છે.
ન્યૂબર્ગ ડાયગ્નોસ્ટિક્સના અધ્યક્ષ વેલૂએ બજારની સ્થિતિઓ પર આઈપીઓની યોજનાના સંકેત આપ્યા છે. વર્તમાનમાં જ ન્યૂબર્ગના ઘણા અધિગ્રહણ પણ કરવામાં આવ્યા છે. આમાં બેંગલોરમાં સ્થિત આનંદ ડાયગ્નોસ્ટિક્સ, અમદાવાદમાં સ્થિત સુપ્રાટેક માઈક્રોપાથ, પુણેમાં સ્થિત એજી ડાયગ્નોસ્ટિક્સ, ચેન્નઈ સ્થિત એલિર્ચ લેબ અને અન્યનો સમાવેશ થાય છે.
જાણકારી અનુસાર, સપ્ટેમ્બરથી હજુ સુધી એક ડઝનથી વધારે કંપનીઓના આઈપીઓ આવી ચૂક્યા છે. મોટાભાગના આઈપીઓની લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ પર જ થઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર