1 એપ્રિલથી તમારી ઓન હેન્ડ સેલેરીમાં થઈ શકે છે ઘટાડો, જાણો કોના ખીસ્સા પર થશે અસર

1 એપ્રિલથી તમારી ઓન હેન્ડ સેલેરીમાં થઈ શકે છે ઘટાડો, જાણો કોના ખીસ્સા પર થશે અસર
ટેકહોમ સેલેરીમાં આવી રીતે આવી શકે છે ઘટાડો

1 એપ્રિલ 2021થી દેશમાં લાગુ થનારા નવા લેબર કોડના કારણે તમારી ઘરે લઈ જવાની સેલેરી બદલાઈ શકે છે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર નવા લેબર કોડ એટલે કે નવા લેબર કાનૂનના (New Wage Rule) કારણે ચોક્કસ વર્ગના કર્મચારીઓના પગારમાં ઘટાડો થઈ શકે છે. આ કર્મચારીઓ એ છે જેમના પગારની બેઝિક સેલેરી 50 ટકા કરતા ઓછી છે તેમના માટે ચિંતાના સમાચાર આવ્યા છે. આ પ્રકારના પગારધારકોને પ્રોવીડન્ટ ફન્ડના (Provident Fund) કોન્ટ્રીબ્યૂશનના મુદ્દે ઝટકો લાગી શકે છે. પગારમાં કેટલાક પ્રકારના ચુકવણાની જોગવાઈઓ હોય છે જેમાં ડીએ, સ્પેશિયલ એલાઉન્સ, પીએફ, વગેરનો સમાવેશ થાય છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં ચાર નવા લેબર કાયદાઓ (Wage Code) લાગું થયા છે. આ પૈકીના બેઝિક પેની વ્યાખ્યામાં પરિવર્તન કરવામાં આવ્યો છે.

  નવી વ્યાખ્યા   જો તમારા પગારમાં બેઝિક પે સીટીસીના 50 ટકા કરતાં ઓછા હોય તો તેમાં પરિવર્તન થશે. જેમ કે તમારા પ્રોવિડન્ટ ફન્ડના કોન્ટ્રીબ્યુશનમાં વધારો થશે અને એ વધારો તમારા બેઝિક પેમાં ઉમેરાશે. આ પરિવર્તનના કારણે તમારી ટેક હોમ સેલેરીમાં ઘટાડો થઈ શકે છે.

  કેવી રીતે બદલાવ આવશે, કોને થશે અસર

  નવા લેબર કોડ મુજબ પ્રોવીડન્ટ ફન્ડની ગણતરી 50 ટકા સીટીસીના બેઝિક પગાર પર કરવામાં આવશે અને પીએફનો ભાગ પણ બેઝિક પગારના આધારે કપાશે. દાખલા તરીકે કોઈ કર્મચારીની સીટીસી 100 રૂપિયા છે. આ 100 રૂપિયામાં તમારો બેઝિક પગાર 35, 10 રૂપિયા ડીયરનેસ એલાઉન્સ છે.

  આ પણ વાંચો :  Gold Price Today : વાયદા બજારમાં ખલુતી બજારે વધ્યા સોનાના ભાવ, આ કારણોસર આવી તેજી

  એટલે કે તમારો પગાર 45 રૂપિયા બેઝિક થયો. બાકીની તમારી સીટીસી 55 રૂપિયા થઈ. નવા કાયદા પ્રમાણે તમારી બેઝિક સેલેરી 50 રૂપિયા હોવી જોઈએ. આમ બેઝિક સેલેરીમાં 5 રૂપિયા ઉમેરાશે. અગાઉ પીએફ 45 રૂપિયા પર ગણવામાં આવતું હતું. હવે પીએફ 50 રૂપિયા પર ગણાશે.

  આ પણ વાંચો :  UPIથી લઈને વીજ બીલ સુધી નવા વર્ષમાં 10 ચીજો બદલાઈ જશે, સામાન્ય માણસના ખીસ્સા પર થશે અસર

  જોકે, આ મામલે એચ.આર. દ્વારા ઓફિશિયલ કમ્યુનિકેશન કરવામાં આવશે અને જે કંપનીના કર્મચારીઓને આ લાગું પડતું હશે તેમને જાણ થશે પરંતુ હાલમાં જે પ્રમાણે આ કાયદાની સમજ આવી રહી છે તેના મુજબ પીએફ અને ગ્રેચ્યુઇટી કોન્ટ્રીબ્યુશનમાં વધારો થઈ જશે.
  Published by:Jay Mishra
  First published:December 28, 2020, 18:54 pm

  ટૉપ ન્યૂઝ