1 ઓક્ટોબરથી બદલાશે તમારુ સેલરી સ્ટ્રક્ચર, પગારમાં થઇ શકે ઘટાડો, રજાઓમાં થશે વધારો

1 ઓક્ટોબરથી બદલાશે તમારુ સેલરી સ્ટ્રક્ચર

દરેક કર્મચારીઓ (Salaried Person) માટે મોટી ખબર આવી શકે છે. 1 ઓક્ટોબરથી (What Changed from 1st October) દરેક કામ કરતાં કર્માચારીઓનો પગારમાં ઘટાડો આવી શકે છે. કારણ કે હવે દરેક રાજ્ય સરાકર દ્વારા નવો વેજ કોડ લાગુ પાડવામાં આવશે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ પડશે. તમને જણાવી દઈએ કે સરકાર 1 ઓક્ટોમ્બરથી નવો વેજ કોડ લાગુ કરી શકો છો

  • Share this:
    દરેક કર્મચારીઓ (Salaried Person) માટે મોટી ખબર આવી શકે છે. 1 ઓક્ટોબરથી (What Changed from 1st October) દરેક કામ કરતાં કર્માચારીઓનો પગારમાં ઘટાડો આવી શકે છે. કારણ કે હવે દરેક રાજ્ય સરાકર દ્વારા નવો વેજ કોડ લાગુ પાડવામાં આવશે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ પડશે. તમને જણાવી દઈએ કે સરકાર 1 ઓક્ટોમ્બરથી નવો વેજ કોડ લાગુ કરી શકો છો. તમને જણાવી દઈએ કે પહેલા આ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું. પરંતુ રાજ્ય સરકારની અટકળોના કારણે તેને લાગુ ન કરવામાં આવ્યું. એક રિપોર્ટ અનુસાર હવે આ નિયમ ઓક્ટબરમાં લાગુ કરી શકાય છે. હકીકતે દરેક રાજ્યને પોતાનો ડ્રાફ્ટ રૂલ્સ તૈયાર કરવાની વાત કહેવામાં આવી હતી. તે હેઠળ કર્મચારીઓની સેલેરી, રજાઓ અને કામના કલાકો વગેરેમાં ફેરફાર થશે.

    આ પણ વાંચો-પોસ્ટ ઓફિસ બચત યોજનાઃ દર મહિને રૂ. 10,000નું રોકાણ કરી મેળવો રૂ. 16 લાખનું રીટર્ન

    નવા વેજ કોડમાં શું હશે ખાસ - નવા વેજ કોડમાં (New Wages Code) કોઈ એવી જોગવાઈઓ આપવામાં આવી છે જેને ઓફિસમાં કામ કરનાર પગારદાર કર્મચારીઓ, મિલો અને ફેક્ટેરીયોમાં કામ કરતા મજૂરો સુધી આ અસર થઇ શકે છે. કર્મચારીઓની સેલેરીને લઈને તેમની રજાઓ અને કામના કલાકમાં પણ ફેરફાર કરવામાં આવશે.



    1 વર્ષની રજાઓ વધીને 300 થશે-  કર્મચારીઓની Earned Leave એટલે કે રજાઓ 240થી વધીને 300 થઈ શકે છે. લેબર કોડના નિયમોમાં ફેરફારથી લઈને શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વચ્ચે ઘણી જોગવાઈઓ પર ચર્ચા થઈ હતી. જેમાં કર્મચારીઓની Earned Leave 240થી વધીને 300 કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

    બદલાઈ જશે સેલેરી સ્ટ્રક્ચર- નવા વેજ કોડ હેઠળ કર્મચારીઓને સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે. તેમની Take Home Salaryમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે વેજ કોડ એક્ટ 2019 અનુસાર કોઈ કર્મચારીની બેસિક સેલેરી કંપનીના ખર્ચના 50 ટકાથી ઓછો ન હોઈ શકે. હાલ ઘણી કંપનીઓ બેસિક સેલેરીને ખૂબ ઓછી કરી તેના પર ભથ્થા વધારે આપે છે જેનાથી કંપની પર બોજો ઓછો પડે.

    આ પણ વાંચો-નવું Tata Ace Gold Diesel+ ઘણાં બધા પ્લસ પોઇન્ટ સાથે લોન્ચ, જોઇ લો ફિચર્સ

    ભથ્થામાં કાપ મુકવો પડશે - કોઈ પણ કર્મચારીની Cost-to-company (CTC)માં ત્રણથી ચાર કમ્પોનેન્ટ હોય છે. બેસિક સેલેરી, હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA), રિટાયરમેન્ટ બેનિફિટ્સ જેવા કે PF, ગ્રેચ્યુટી અને પેન્શન અને ટેક્સ બચાવતા ભથ્થા જેવા કે LTA અને એન્ટરટેઈનમેન્ટ એલાઉન્સ, હવે નવા વેજ કોડમાં નક્કી કરવામાં આવ્યું છે કે ભથ્થા કુલ સેલેરીના કોઈ પણ કંમતે 50 ટકાથી વધારે નહી આપી શકાય.

    સરળ ભાષમાં સમજાવામાં આવે તો, જો કોઈ કર્મચારીની સેલેરી 70,000 રૂપિયા મહિના છે. એવામાં તેની બેસિક સેલેરી 35,000 રૂપિયા હોવી જોઈએ અને બાકીના 35,000 રૂપિયામાં તેના ભથ્થા આવી જવા જોઈએ. અટેલે કે અત્યાર સુધી જે કંપનીઓ બેસિક સેલેરીને 25-30 ટકા રાખતી હતી અને બાકીનો ભાગ એલાઉન્સનો હતો, કે હવે બેસિક સેલેરીના 50 ટકાથી ઓછો નહીં રાખી શકે. એવામાં કંપનીને નવા વેજ કોડના નિયમો લાગુ કરવા માટે ઘણા ભથ્થામાં કપાત પણ કરવો પડશે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: