હવે કરોડો વેપારીઓ માટે સરળ થઇ જશે GST રિટર્ન ફાઇલ કરવું

News18 Gujarati
Updated: October 13, 2019, 9:13 PM IST
હવે કરોડો વેપારીઓ માટે સરળ થઇ જશે GST રિટર્ન ફાઇલ કરવું
પ્રતિકાત્મક તસવીર

જીએસટી નેટવર્ક કેન્દ્ર, રાજ્ય સરકારો અને ટેક્સપેયર્સ તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

  • Share this:
ન્યૂઝ19ગુજરાતીઃ જીએસટી નેટવર્ક દ્વારા (GST Network)જીએસટી રિટર્ન ફાઇલિંગનું (GST Return Filing)નવું ઇન્ટરફેસ 22 ઑક્ટોબરે રિલિઝ કરવામાં આવશે. ત્યારબાદ જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા વધારે સરળ બની જશે. જીએસટી નેટવર્કના CEO પ્રકાશ કુમારે કહ્યું કે 'જીએસટી રિટર્ન ફાઇલિંગ ઇન્ટરફેસ માટે વર્જન-2માં વધારે સલાહોનું ધ્યાન રખાયું છે.

આ મહિનાની 22મી તારીખે તેનું ત્રીજું વર્ઝન લોન્ચ કરવામાં આવશે.' જીએસટી નેટવર્ક કેન્દ્ર, રાજ્ય સરકારો (other stakeholders)અને ટેક્સપેયર્સ (taxpayers) તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ (other stakeholders)માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ (IT infrastructure and services) ઉપલબ્ધ કરાવે છે.

ટેક્સ રિટર્ન ફોર્મની સંખ્યા ઘટી

કુમારના જણાવ્યા પ્રમાણે વસ્તુ અને સેવા કર લાગ થયા પછી ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પહેલાથી સરળ થયું છે. જીએસટી લાગુ થયા પહેલા 17 કેન્દ્ર અને રાજ્યોમાં કાયદા અંતર્ગત 495 ફોર્મ્સ હતા. અત્યારે તે ઘટીને માત્ર 12 ફોર્મ થયા છે. તેમણે કહ્યું કે, ઇનડાયરેક્ટ ટેક્સ એડમિનિસ્ટ્રેશન હવે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી પણ ડેટા શૅર કરે છે.

આ પણ વાંચોઃ-પત્રકારે RTIમાં પૂછ્યો એક સવાલ, સામે મળ્યા 360 જવાબ

આ પણ વાંચોઃ-લગ્નમાં દગો મળતા આ અભિનેત્રીએ રડતાં રડતાં PM મોદીને મદદની કરી અપીલકુલ 1.23 કરોડ રજિસ્ટર્ડ ટેક્સપેયર્સ
આનાથી ટેક્સ ચોરી ઉપર લગામ લગાવવમાં મદદ મળશે. તેમણે કહ્યું કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ટર્નઓવરની રેન્જ વિશે તપાસ કરે છે. ટેક્સ પેયર્સના બધા ડેટા શૅર કરવામાં નથી આવતા. તેમણે કહ્યું કે અત્યારના સમયમાં 1.23 કરોડ રજિસ્ટર્ડ જીએસટી ટેક્સપેયર્સ છે.

આ પણ વાંચોઃ-OMG! પ્રી-મેચ્યોર ડિલિવરીમાં મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

જીએસટી લાગુ થયા બાદ લૉજિસ્ટિક્સ ખર્ચ ઓછો થયો
જીએસટી કાઉન્સિલના (GST Council)સ્પેશિયલ સેક્રેટરી રાજીવ રંજને કહ્યું કે જીએસટી લાગુ થયા પછી અનેક બિઝનેસને લૉજિસ્ટિક્સ ખર્ચ (Logistics Cost) ઓછી કરવામાં મદદ મળી છે. આ સાથે જીએસટી દરોમાં અનેક વખત કાપ મુક્યા પછી વસ્તુઓની કિંમતો પણ ઓછી થઇ છે. આનાથી મોંઘવારી ઉપર પણ લગામ લગાવવામાં મદદ મળી છે.
First published: October 13, 2019, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading