Home /News /business /સરકારની નવી વાહન નીતિ, 15 વર્ષ જૂના વાહનો રાખનારને આપી અનોખી ભેટ
સરકારની નવી વાહન નીતિ, 15 વર્ષ જૂના વાહનો રાખનારને આપી અનોખી ભેટ
જૂના વાહનો રાખનારને સરકારે આપી ભેટ
એક અંદાજ પ્રમાણે, લગભગ 2.80 કરોડ વાહનો વ્હીકલ સ્ક્રેપ પોલિસીના દાયરામાં આવશે. જે વાહન માલિક ભંગાર કેન્દ્રમાં જૂના વાહનનું વેચાણ સર્ટિફિકેટ રજૂ કરશે, તેને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ફી માફ થશે.
નવી દિલ્હીઃ વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ આગામી એક એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનો રસ્તાઓ પર ચાલી શકશે નહિ, પરંતુ આંતરિક સુરક્ષા, કાનૂન વ્યવસ્થા અને દેશની રક્ષા સાથે જોડાયેલા 15 વર્ષ જૂના વાહનો પર આ નિયમ લાગૂ નહિ થાય.
વ્હીકલ સ્ક્રેપ નીતિ
એટલે કે સરકારી વાહન, 1 એપ્રિલ પછી પણ રસ્તાઓ પર દોડી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે હિતધારકોના સૂચનો અને વાંધાઓ લીધા પછી 16 જાન્યુઆરીએ આ અંગે અંતિમ સૂચના જાહેર કરી છે. આમાં ઉલ્લેખ છે કે, વ્હીકલ સ્ક્રેપ નીતિ એક એપ્રિલ 2023થી લાગૂ થઈ રહી છે.
આ અનુસાર, 15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી જશે. જૂના વાહનો રસ્તાઓ પર નહિ ચલાવી શકાય. પરંતુ સરકારી વાહનો પર આ નિયમ લાગૂ નહિ થાય. આમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. તેમના સાર્વિજનિક ઉપક્રમ, નગર નિગમ, નગર પાલિકા, પંચાયત, સ્વાયત નિકાય, સેના, પોલીસ વગેરે વાહનોને સામેલ કરવામાં આવ્યા છે. આમા વાહનો ચલાવવા માટે પ્રતિ વર્ષ ફિટનેટ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફી ચૂકવવાની રહેશે.
એક અંદાજ પ્રમાણે, લગભગ 2.80 કરોડ વાહનો વ્હીકલ સ્ક્રેપ પોલિસીના દાયરામાં આવશે. જે વાહન માલિક ભંગાર કેન્દ્રમાં જૂના વાહનનું વેચાણ સર્ટિફિકેટ રજૂ કરશે, તેને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ફી માફ થશે. જ્યારે જૂના વાહનોથી હવા પ્રદૂષણમાં 25 ટકાનો ધટાડો આવશે. જ્યારે સ્ક્રેપ સેન્ટરમાં મોટા પાયે રોજગાર ઉપલબ્ધ થશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર