સપ્ટેમ્બરથી બદલાઈ જશે કાર-સ્કૂટરના વીમાના નિયમો, ચૂકવવા પડશે વધારે પૈસા

kiran mehta
Updated: August 30, 2018, 3:15 PM IST
સપ્ટેમ્બરથી બદલાઈ જશે કાર-સ્કૂટરના વીમાના નિયમો, ચૂકવવા પડશે વધારે પૈસા
સગવડ એ હશે કે, દર વર્ષ વીમો રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તી મળશે.

સગવડ એ હશે કે, દર વર્ષ વીમો રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તી મળશે.

  • Last Updated: August 30, 2018, 3:15 PM IST
  • Share this:
સપ્ટેમ્બર મહિનાથી કાર, સ્કુટર અને મોટર સાઈકલ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. કારણ કે, વીમા નિયામક ઈરડાએ ઈન્સ્યોરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ હેઠળ હવે તમારે ફરજીયાતરૂપથી ત્રણ વર્ષનો વીમો ખરીદવો પડશે. આ રીતે નવા 2-વ્હીલર વાહનો માટે કંપનીઓ પાંચ વર્ષની પોલીસી વેચશે. આ નિયમ એક સપ્ટેમ્બર, 2018થી લાગૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં વાહનોનો વીમો એક વર્ષનો હતો. ગ્રાહકોએ દર વર્ષે વીમો રિન્યૂ કરાવવો પડતો હતો.

નવા વાહનો પર લાંબા સમયની મર્યાદાનો વીમો લેવાના કારણે પ્રીમિયમ તરીકે આવનારી રકમ વધી જશે. પરંતુ, તમને સગવડ એ હશે કે, દર વર્ષ વીમો રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તી મળશે.

આટલા રૂપિયા મોંઘો થઈ જશે વીમો - મીડિયા રિપોર્ટ અનુસાર, હવે 15સીસીથી વધારેની નવી કાર માટે શરૂઆતનું વીમા કવર ઓછામાં ઓછુ 24,305 રૂપિયામાં પડશે. આ હાલમાં 7890 રૂપિયામાં મળે છે. જ્યારે 350 સીસી એન્જિનથી વધારેની બાઈક ખરીદી પર 13024 રૂપિયા આપવું પડશે. તમારે હાલમાં 2323 રૂપિયા આપવા પડે છે. વીમાનું પ્રિમીયમ અલગ-અલગ મોડલમાં અલગ-અલગ હોઈ શકે છે.

કેમ થયો આ બદલાવ - સુપ્રિમ કોર્ટે 20 જુલાઈએ આ મુદ્દે આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે નવી કાર માટે ત્રણ વર્ષ અને ટુ-વ્હીલર માટે પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાનું કવર અનિવાર્ય બનાવવા હક્યું હતું. એક સપ્ટેમ્બરથી વેચવામાં આવનાર તમામ પોલીસી પર આ આદેશ લાગૂ પડશે. સુપ્રિમ કોર્ટે વીમા કંપનીઓને લાંબા સમય માટે થર્ડ પાર્ટી વીમાની રકમ રજૂ કરવાનો આદેશ એટલા માટે આપ્યો હતો કારણ કે, તેમની પહોંચ ઓછી છે. એ અલગ વાત છે કે તમામ વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પોલીસી લેવી ફરજીયાત છે.
First published: August 30, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...