નવી દિલ્હી. દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ (Tata Motors)એ પોતાની લાઇન-અપમાં વધુ એક કાર વેરિયન્ટને સામેલ કરી દીધી છે. ટાટાએ પોતાની હેચ-બેક કાર ટિઆગો (Tata Tiago)ના XTO વેરિયન્ટને લૉન્ચ કર્યું છે. ટાટા ટિઆગોની આ કાર મોડલથી અને XT મોડલથી વચ્ચેનું મોડલ હશે. ટાટા ટિઆયોના નવા XTO (Tata Tiago XTO) વેરિયન્ટની કિંમત કંપનીએ 5.47 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી છે. ટાટાનું આ નવું વેરિયન્ટ મોડલ લગભગ 48,000 રૂપિયા મોંઘું છે. બીજી તરફ, XT મોડલ XTO મોડલથી લગભગ 15,000 રૂપિયા સસ્તું છે. આવો આ નવા XTO મોડલના તમામ લેટેસ્ટ ફીચર્સ જાણીએ...
કંપનીએ ટાટા ટિઆગો XTO મોડલમાં 1.2L, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ કોમ્બોની સાથે આવે છે. ટાટાએ આ કારમાં સ્ટીયરિંગ માઉન્ટેડ ફોન, ઓડિયો કન્ટ્રોલ્સ અને 4 સ્પીકર્સ ઓડિયો સિસ્ટમ આપી છે. આ કારમાં Harman મ્યૂઝિક સિસ્ટમ, સ્પીડ ડિપેન્ડન્ટ, વોલ્યૂમ કન્ટ્રોલ અને AM/FMની સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા ખાસ ફીચર્સ સામેલ કર્યા છે.
ટાટાએ પોતાની આ કાર મોડલમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. કંપનીએ તેમાં સ્પીડ અલર્ટ, ડ્યૂઅલ એરબેગ્સ, મલ્ટી ડ્રાઇવ મોડ્સ, એડજસ્ટેબલ ફ્રન્ટ અને ઇન્ટીગ્રેટેડ રિયર હેડ રેસ્ટ, EBDની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ, બોર્ડ કલર્ડ બમ્પર્સ, 14 ઇંચ સ્ટીલ રિમ્સ, ડ્યૂઅલ-ટોન ઇન્ટીરિયર થીમ, 2.5 ઇંચ MID, ટેચોમીટર અને ટિલ્ટ એન્ડ પાવર સ્ટીયરિંગ જેવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
Tata Tiagoના કુલ 4 ઓટોમેટિક મોડલ છે, જેની કિંમત- XTA 6.14 લાખ રૂપિયા, XZA 6.59 લાખ રૂપિયા, XZA+ 6.85 લાખ રૂપિયા और XZA+DT 6.95 લાખ રૂપિયા છે. બીજી તરફ આ કાર 6 મેન્યૂઅલ વેરિયન્ડની સાથે આવે છે, જેની પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂપિયાથી 6.43 લાખ રૂપિયા સુધીની છે. આ તમામ કારોની કિંમત એક્સ-શોરૂમ અનુસાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર