કાર ચાલક સાવધાન! અકસ્માત થવા પર આપવું પડશે વળતર, નહીં તો ગાડી થશે હરાજી

જો આ બંને શરત કાર માલિક પુરી નથી કરતો તો, તેણે કારથી હાથ ધોઈ નાખવાનો રહેશે

News18 Gujarati
Updated: April 22, 2019, 2:19 PM IST
કાર ચાલક સાવધાન! અકસ્માત થવા પર આપવું પડશે વળતર, નહીં તો ગાડી થશે હરાજી
જો આ બંને શરત કાર માલિક પુરી નથી કરતો તો, તેણે કારથી હાથ ધોઈ નાખવાનો રહેશે
News18 Gujarati
Updated: April 22, 2019, 2:19 PM IST
ગાડી ચલાવનારા લોકો માટે મોટા સમાચાર છે. હાલમાં જ પંજાબ સ્ટેટ ટ્રાન્સપોર્ટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે, જે અનુસરા, જો કોઈ કાર માલિકથી એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિનું મોત થયું અથવા કોઈ ઘાયલ થયું તથા કોઈની પ્રોપર્ટી ડેમેજ થાય છે તો એક્સિડન્ટ કરનારને પર્યાપ્ત સિક્યોરિટી એમાઉન્ટ અથવા પછી થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ આપવા પડશે.

જો તમારી કારથી અકસ્માત થાય તો નવા નિયમ હેઠળ તમારે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને વળતર આપવું પડશે. જો આવું ન કર્યું તો, થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. જો તમે આ બંને શરતનું પાલન ન કરો તો, તમારે ગાડીથી હાથ ધોઈ નાખવાનો રહેશે.

જો આ બંને શરત કાર માલિક પુરી નથી કરતો તો, તેણે કારથી હાથ ધોઈ નાખવાનો રહેશે કેમ કે, 3 મહિનાની અંદર તે ગાડીની હરાજી કરી દેવામાં આવશે. આ હરાજી તે એરિયાના મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

આ નોટિફિકેશન 3 એપ્રિલે જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હરાજીથી આવેલા પૈસા અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને વળતર રૂપે ચુકવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આ નોટિફિકેશન અધિકારીક ગેજેટમાં પબ્લિશ થયા બાદ 8 એપ્રિલથી અમલમાં આવી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ
તમને જમાવી દઈે કે, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 13 સપ્ટેમ્બરના રોજ આદેશ કર્યો હતો કે, અક્સમાતનો ભોગ બન્યા હોય તેવા વ્હીકલ્સ, જેમની પાસે થર્ડ પાર્ટી વીમો નથી, તે વાહન વેચી અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને વળતર આપવાનો નિયમ લઈને આવે. આ માટે કોર્ટે રાજ્યોને 12 અઠવાડીયાનો સમય આપ્યો હતો. પરંતુ, પંજાબમાં 8 મહિના બાદ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...